For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામકંડોરણાની નદીમાં ભારે પૂર આવતા ત્રણ ભેંસો તણાઇ

11:34 AM Jun 27, 2024 IST | admin
જામકંડોરણાની નદીમાં ભારે પૂર આવતા ત્રણ ભેંસો તણાઇ

સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યું છે. રાજકોટ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જામકંડોરણામાં બપોરે વાતાવારણમાં એકાએક પલટો આવ્યા બાદ ભારે વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદના પગલે નદીમાં પૂર આવ્યું હતું. પૂરના પ્રવાહમાં ભેંસો તણાઇ હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. આજે બપોર બાદ રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જેતપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂૂઆત થઈ હતી. કેટલાય ગામોમાં મૂશળધાર વરસાદ પડવાના કારણે નદીઓ બે કાંઠે વહી હતી. અને ખેતરોમાં પણ નદી જેવો માહોલ છવાયો હતો અને ગામની બજારોમાં પણ પાણી વહેતા થયા હતા. તેમજ રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જેતપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂૂઆત થઇ હતી. ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ વરસવાથી નદીઓ બે કાંઠે વહેથી થઇ છે અને ખેતરોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ છે. ગામની બજારોમાં જાણે કે નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. જામકંડોરાણા પંથકમાં ભારે વરસાદથી નદીમાં પૂર આવતા કેટલીક ભેંસો પૂરના પ્રવાહમાં ફસાઈ હતી. ગ્રામજનોએ ભેંસો બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પાણીનો પ્રવાહ વધારે હોવાથી બેથી ત્રણ જેટલી ભેંસો પાણીના પ્રવાહમાં તણાઈ ગઇ હતી. જામકંડોરણા સિવાય ગોંડલમાં અઢી ઇંચ અને જેતપુર સહિત અન્ય તાલુકાઓમાં પણ એકથી બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. છેલ્લા કેટલાય દિવસથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં પણ ક્યાંક ખુશીની લાગણી છવાય હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement