For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટી-20 વર્લ્ડ કપ પર આતંકી હુમલાનો ખતરો, પાકિસ્તાનમાંથી મળી ધમકી

06:21 PM May 06, 2024 IST | Bhumika
ટી 20 વર્લ્ડ કપ પર આતંકી હુમલાનો ખતરો  પાકિસ્તાનમાંથી મળી ધમકી
Advertisement

T20 વર્લ્ડ કપ 2024 1 જૂનથી શરૂૂ થશે. આ વખતે વર્લ્ડ કપની યજમાની વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા કરશે. પરંતુ ટૂર્નામેન્ટની શરૂૂઆત પહેલા વેસ્ટ ઈન્ડિઝ એટલે કે કેરેબિયન દેશોને આતંકવાદી હુમલાની ધમકી મળી છે. આ ધમકી ઉત્તર પાકિસ્તાન તરફથી આવી છે. જોકે, ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે આને લઈને સુરક્ષા વ્યવસ્થા શરૂૂ કરી દીધી છે.

ટી20 વર્લ્ડ કપ દરમિયાન કેરેબિયન દેશોને નિશાન બનાવવા માટે ઉત્તર પાકિસ્તાનમાં હાજર આતંકી સંગઠન ઈંજ-ખોરાસાન તરફથી ધમકી મળી છે. આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે 2024ના T20વર્લ્ડ કપ સહિત વિશ્વભરની મોટી ઈવેન્ટ્સને નિશાન બનાવવાની ધમકી આપી છે. કેરેબિયન મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આઈએસના મીડિયા ગ્રુપ નાશિર પાકિસ્તાન પાસેથી ગુપ્ત માહિતી મળી હતી. ત્રિનિદાદ એક્સપ્રેસ અનુસાર, નાશિર પાકિસ્તાન ઈંજ સાથે જોડાયેલી પ્રોપેગેન્ડા ચેનલ છે.

Advertisement

આ પછી જાહેર કરાયેલ સુરક્ષા એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પ્રો-ઇસ્લામિક સ્ટેટ (ઈંજ) મીડિયા સ્ત્રોતોએ અફઘાનિસ્તાન-પાકિસ્તાન બ્રાન્ચના વિડિયો મેસેજ સહિત રમતગમતના કાર્યક્રમો સામે હિંસા ભડકાવવા માટે એક અભિયાન શરૂૂ કર્યું છે. જે ઘણા દેશોમાં થયેલા હુમલાઓને હાઇલાઇટ કરવામાં આવ્યા છે અને સમર્થકોને તેમના પોતાના દેશોમાં યુદ્ધના સામેલ થવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.

આ ગંભીર મુદ્દા પર ક્રિકબઝ સાથે વાત કરતા ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના સીઈઓ જોની ગ્રેવ્સે જણાવ્યું હતું કે, અમે યજમાન દેશો અને શહેરોમાં સત્તાવાળાઓ સાથે નજીકથી કામ કરીએ છીએ અને વૈશ્વિક લેન્ડસ્કેપનું સતત નિરીક્ષણ અને મૂલ્યાંકન કરીએ છીએ જેથી કોઈપણ જોખમોને ઘટાડવા માટે અમારી જરૂૂરી યોજનાઓ અમલમાં કરી શકીએ.

નોંધનીય છે કે ટી-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે જ્યારે 20 ટીમો સાથે ટૂર્નામેન્ટ રમાશે. ક્રિકેટ ઈતિહાસનો આ સૌથી મોટો T20વર્લ્ડ કપ હશે, જેના માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત હોવી જોઈએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement