For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેન્સરને કેન્સલ કરવા કટીબદ્ધ છે આ મહિલા

06:31 PM Oct 25, 2023 IST | Bhumika
કેન્સરને કેન્સલ કરવા કટીબદ્ધ છે આ મહિલા

પોતે કેન્સરમાંથી બહાર આવી કેન્સર પેશન્ટને મદદ કરવા ઉપરાંત ગામડાંઓ ખુંદી કેન્સર જાગૃતિનો સંદેશ ફેલાવે છે ઇલાબેન વોરા

Advertisement

સંજીવની અને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ સાથે જોડાઈને કેન્સર પેશન્ટને મદદ કરવા 24x7 તૈયાર રહે છે ઇલાબેન વોરા

સામાન્ય અને સરસ રીતે જીવન ચાલતું હતું ત્યાં અચાનક 2008ની સાલમાં જનરલ ટેસ્ટ અને મેમોગ્રાફી કરાવતા સમયે બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું. આ એ સમય હતો કે કેન્સર વિશે કોઈ જાણકારી નહોતી.કીમો થેરાપી વખતે પણ જે મૂંઝવણ થતી તેના યોગ્ય જવાબો ન મળતા માનસિક હાલત પણ ખરાબ હતી,આમ છતાં પરિવારનો સપોર્ટ, મજબૂત મનોબળ અને હકારાત્મક વલણથી થોડા સમયમાં કેન્સરને મ્હાત આપી. એ સમયે હોસ્પિટલમાં અન્ય પેશન્ટની મનોસ્થિતિ પણ ખરાબ જોવા મળી.ક્યાં જવું?શું કરવું ?કેવી રીતે કરવું? કંઈ ખ્યાલ ન હોવાથી લોકો ગભરાયેલા જોવા મળતા એ જ દિવસથી કેન્સર પેશન્ટ માટે કામ કરવાનો નિર્ધાર કર્યો. આ વાત છે ઇલાબેન વોરાની કે જેઓ પોતે બ્રેસ્ટ કેન્સરમાંથી બહાર આવી કેન્સર અવેરનેસ માટે 247 કાર્યરત રહે છે.

Advertisement

મૂળ રાણપુરના ઇલાબેનના લગ્ન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા ઉદયભાઈ વોરા સાથે થયાં. ગીરમાં પોસ્ટિંગ થયું એ સમયે જાણે સેવાકીય પ્રવૃત્તિના બીજ રોપાયા. ગીરમાં વસતી સીદી બહેનોને લાકડાં કાપીને વેચતા રોકી અન્ય પ્રવૃત્તિ તરફ વાળી.કિશોરીઓને ભણાવતા, રાત્રિ વર્ગોમાં દીકરીઓને પણ મદદરૂૂપ બનતા. તેમના પતિનું જ્યારે ગાંધીનગરમાં પોસ્ટિંગ થયું ત્યારે પતિને આર્થિક રીતે મદદરૂૂપ થવા ઘરે ટ્યુશન કરતા ત્યારબાદ એલએલબી કરી વકીલાતનું ભણ્યા. પરિવારમાં કોઈ લોયર નહોતું પરંતુ 45 વર્ષની ઉંમરે આ નવા ફિલ્ડમાં પણ તેઓએ પ્રેક્ટિસ ચાલુ કરી દીધી.થોડા સમય બાદ કેન્સર ડિટેક્ટ થયું ત્યારે ખબર નહોતી કે આ સમય લાઇફ ચેન્જિંગ સાબિત થશે. કેન્સરગ્રસ્ત હાલતમાં પણ વકીલાત અને કેસો જોવાનું કામ ચાલુ જ હતું.

કેન્સરના દર્દીઓને મદદરૂૂપ થવા 2013માં સંજીવની લાઇફ બિયોન્ડ કેન્સર સંસ્થા સાથે જોડાયા. અમદાવાદમાં સેન્ટર શરૂૂ કર્યું. વકીલાતનો વ્યવસાય તો ચાલુ જ હતો પણ સમય જતાં અનુભવ થયો કે કેન્સર પેશન્ટને તેઓની વધુ જરૂૂર છે,જેથી ફુલ ટાઇમ કેન્સર પેશન્ટ માટે આપવા લાગ્યા. જીસીઆરઆઈ એટલે કે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટમાં કાઉન્સિલિંગ વગેરે શરૂૂ કર્યું. ગવર્મેન્ટ હોસ્પિટલમાં પણ તેઓ કાર્ય કરવા જતા હતા. હોસ્પિટલમાં દાખલ થાય ત્યારથી ઘરે જાય ત્યાં સુધી બધી જ કાળજી સંજીવની દ્વારા લેવામાં આવે છે.

કેન આહાર ન્યુટ્રિશન કિટ વગેરે તેર વસ્તુઓ ડાયેટિશિયનની સલાહ મુજબ આપવામાં આવે છે.સર્જરી પણ વિનામૂલ્યે કરાવી આપે છે. કેન્સરના છેલ્લા આંકડા મુજબ દર એક મિનિટે ત્રણ બહેનો કેન્સરનો ભોગ બને છે તેમજ એક બહેન મૃત્યુ પામે છે ત્યારે ઇલાબેનની ઈચ્છા એવી છે કે આ પ્રમાણ ઓછું થાય અને વધુમાં વધુ લોકો કેન્સર માટે જાગૃત બને.ઇલાબેનને ખૂબ ખુબ શુભેચ્છાઓ......

પરિવાર પણ કેન્સર પેશન્ટ માટે કાર્યરત
ઇલાબેનને બે દીકરીઓ છે.જેમાં મોટી દીકરી કિન્નરી વોરા યુ.એસ.એ.માં ફિઝિયોથેરાપીસ્ટ છે તેમજ ભરતનાટ્યમના શો કરે છે.સ્ટેજ શોની 30 થી 40 ટકા આવક ભારતમાં કેન્સર પેશન્ટ માટે વાપરે છે. નાની દીકરી જરૂૂલ વોરા એડવોકેટ છે અને કેન્સર પેશન્ટને સહાય કરવા માટે તેઓએ દિલ્હીથી બોમ્બે 1600 કિલોમીટરનો સાયકલ પ્રવાસ કર્યો હતો.તેમના પતિ ઉદયભાઈ વોરા જે રિટાયર ચીફ ક્ધઝરવેટર ઓફ ફોરેસ્ટ છે તેઓ પણ અવેરનેસ કેમ્પમાં સતત સાથ આપે છે. આમ સમગ્ર પરિવાર જાણે કેન્સર સારવાર અને જાગૃતિ માટે જ કામ કરે છે.

40 પછી અમુક ટેસ્ટ કરાવવા ફરજિયાત
મહિલાઓને સંદેશ આપતા ઇલાબેન એક વાત પર ખાસ ભાર આપે છે કે, 40 વર્ષ બાદ મેમોગ્રાફી એટલે સ્તન કેન્સરની તપાસ અને પેપટેસ્ટ કે જે ગર્ભાશયના મુખની તપાસ ફરજિયાત કરાવવી જોઈએ આ ઉપરાંત ગર્ભાશયના મુખનું કેન્સર અટકાવતી વેક્સિન જે 12 વર્ષની દીકરીઓને આપવામાં આવે છે તે પણ અપાવવી જોઈએ.

ઇમ્યુનિટી સ્ટ્રોંગ બનાવો
પોતે હેલ્થ માટે સજાગ હતા તેમજ યોગમાં રસ ધરાવતા હોવા છતાં કેન્સર આવ્યું. તેવો જણાવે છે કે ઇમ્યુનિટી સિસ્ટમ વીક હોય તો પણ કેન્સર આવી શકે છે જેથી કરીને ઇમ્યુનિટી સિસ્ટમ તરફ ધ્યાન આપો. જેમાં હકારાત્મક વલણ, ફૂડ એન્ડ ન્યુટ્રીશન્સ તેમજ બ્રિધિંગ ટેક્નિક મહત્ત્વનો ભાગ ભજવે છે.હંમેશા ખુશ રહો.કારણ વગર સ્ટ્રેસ ન લો.

કેન્સરથી આ રીતે બચી શકાય
કેન્સર ના થયું હોય ત્યાં સુધી તેની જાગૃતિ માટે પ્રયત્ન કરવા પરંતુ જો કેન્સર ડિટેક્ટ થાય તો ગભરાયા વગર કીમો સહિત યોગ્ય ટ્રીટમેન્ટ કરાવી ખૂબ જરૂૂરી છે. સકારાત્મક વલણ અને વીલ પાવર સ્ટ્રોંગ હોય તો કેન્સર કંઈ બગાડી શકતું નથી.કેન્સરમાંથી બહાર આવ્યા પછી પણ ફરીથી ન થાય તે માટે કાળજી લેવી જરૂૂરી છે.પોતે પણ કેન્સરમાંથી બહાર આવ્યા પછી કૈલાશ માનસરોવરની યાત્રા ચાલીને અને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે પૂરી કરી હતી.

કેન્સર જાગૃતિ માટે સતત પ્રવૃત્ત રહે છે
કેન્સરમાં અર્લી ડાયગ્નોસિસ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે જેથી કેન્સર ન થાય તે માટે જાગૃતિ લાવવા તેઓ સ્કૂલ, કોલેજ, આંગણવાડી આશા વર્કર બહેનો માટે કેન્સર અવેરનેસ કેમ્પ કરે છે. તેઓ સમજાવે છે સમયસર ડાયગ્નોસિસ કેન્સરને ફેલાતા રોકે છે.સ્ક્રિનિંગ ટેસ્ટ પણ કરાવે છે અત્યાર સુધીમાં 400 જેટલા અવેરને કેમ્પ અને 100 જેટલા સ્ક્રીનિંગ કેમ્પ કર્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement