For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ક્રિકેટરે સંન્યાસની કરી જાહેરાત, ટીમનો સુપર ફિનિશર પણ રહી ચૂક્યો છે

06:50 PM Jun 03, 2024 IST | Bhumika
ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ક્રિકેટરે સંન્યાસની કરી જાહેરાત  ટીમનો સુપર ફિનિશર પણ રહી ચૂક્યો છે
Advertisement

ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર અને એક સમયના સુપર ફિનિશર કેદાર જાધવે અચાનક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 39 વર્ષીય કેદારે આજે(3 જૂન) સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. કેદાર જાદવે ભારત માટે તેની છેલ્લી મેચ ફેબ્રુઆરી 2020માં ન્યુઝીલેન્ડ સામે રમી હતી.

કેદાર જાધવે સોશિયલ મીડિયામાં લખ્યું કે, 'મારા સમગ્ર કરિયર દરમિયાન આપ સૌનો પ્રેમ અને સમર્થન મળ્યું તે માટે આપ સૌનો આભાર. આજે 3 વાગ્યાથી હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત જાહેર કરુ છું.'

Advertisement

કેદાર જાધવે વર્ષ 2014માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 16 નવેમ્બર 2014ના રોજ રાંચીમાં શ્રીલંકા સામે તેની પ્રથમ વનડે રમી હતી. તે જ સમયે, તેણે તેની છેલ્લી ODI મેચ 8 ફેબ્રુઆરી 2020 ના રોજ ન્યુઝીલેન્ડ સામે રમી હતી. પ્રદર્શનના અભાવે તેને ટીમની અંદર અને બહાર રહેવું પડ્યું હતું. કેદારે કુલ 73 મેચ રમી અને ODIમાં 1389 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન તેણે કુલ 2 સદી ફટકારી હતી અને તેમાં 6 અડધી સદીનો પણ સમાવેશ થાય છે. T20Iમાં કેદારે 9 મેચ રમીને 122 રન બનાવ્યા હતા. IPLમાં, કેદાર જાધવે કુલ 95 મેચ રમી અને 1208 રન બનાવ્યા, જેમાં 4 અડધી સદી સામેલ છે. તે જ સમયે, કેદારે વનડેમાં 73 મેચમાં કુલ 27 વિકેટ લીધી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement