For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સમાચારોની કાગારોળ વચ્ચે ભક્તિમાં લીન કરે છે આ એન્કર

01:51 PM Jan 31, 2024 IST | Bhumika
સમાચારોની કાગારોળ વચ્ચે ભક્તિમાં લીન કરે છે આ એન્કર

સૌરાષ્ટ્રની દીકરી વિધિ કારિયાએ અયોધ્યા મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં એક મહિનો રહી ઝીણામાં ઝીણી વિગતો દર્શકો સુધી પહોંચાડી

Advertisement

ભક્તિ શોના 2000થી વધુ એપિસોડ કરનાર વિધિ કારિયાએ ગુજરાતના શક્તિપીઠ સહિત અનેક મંદિરો આવરી લીધા છે

‘ભક્તિ’ શો માં ગુજરાતના શક્તિપીઠ સહિત અનેક મંદિરો આવરી લીધા છે. મધ્ય પ્રદેશના મંદિરોની વાત પણ કરી છે.આ એવો શો છે જે વડીલો વધુ જુએ છે.ઘેર બેઠાં તીર્થના દર્શનથી તેઓ ખુશ થાય છે.અનેક વડીલો હું તેઓની દીકરી કે પૌત્રી હોઉ એવો ભાવ વ્યક્ત કરી ઘરે બોલાવે. આમ શો કરવા સાથે વડીલોના આશીર્વાદ પણ મળે છે.આ શોના 5000થી વધુ એપિસોડ થયા છે.આ શોના કારણે અંદરથી એક જાતની શાંતિ મળે છે,મારામાં પણ બદલાવ આવ્યો છે.હું આ શો સફળતાપૂર્વક કરી શકી તેની પાછળ મારા પરિવારમાંથી મળેલ ધાર્મિક આધ્યાત્મિક સંસ્કારો છે.અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું કવરેજ કરવા 25 દિવસ અયોધ્યાથી રિપોર્ટિંગ કર્યું એ જીવનનો અદ્ભુત અનુભવ હતો.’ આ શબ્દો છે સૌરાષ્ટ્રની દીકરી અને ટીવી નાઈન ચેનલમાં એન્કર તરીકે ફરજ બજાવતા વિધિ કારિયાના.

Advertisement

વિધિનો જન્મ કેશોદમાં મધ્યમ વર્ગીય પરિવારમાં થયો. કેશોદ, રાણાવાવ અને વલ્લભ વિદ્યાનગર તેમજ રાજકોટમાં અભ્યાસ કર્યો.માતા પારૂલબેન કારિયા અને પિતા નિલેશભાઈ કારિયા.નાના ભાઈ શ્રુતને નાનપણથી ડાયાબિટીસ હોવાથી પોતે ઘરમાં દીકરાની ફરજ નિભાવશે એવું મનમાં નક્કી કર્યું હતું.ધોરણ 12ના અભ્યાસ બાદ વલ્લભ વિદ્યાનગરમાં બી.કોમ. બાદ સીએ કરવાનું હતું પણ નસીબમાં એન્કર બનવાનું લખ્યું હતું તેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કર્યો.કોઈ માર્ગદર્શન આપનાર નહોતું તેથી જે સામે આવ્યું તે કરતા ગયા. રાજકોટમાં પસાર કરેલ સમય સંઘર્ષમય હતો કારણ કે સવારે 7 થી 12નો સમય નોકરી ત્યારબાદ 12:30 વાગ્યે યુનિવર્સિટી પહોંચવાનું અને સાંજે પાછું ફરવાનું.કરણપરાથી ત્રિકોણબાગ અને યુનિવર્સિટી વચ્ચે પૈસાનો વ્યય ન થાય તે રીતે આવવા,જવા,રહેવા,જમવાનું થતું.કેમ્પસ ઇન્ટરવ્યૂમાં ટીવી નાઇનમાં સિલેક્શન થયું ત્યારે ખબર નહોતી કે આ સીડીનું પહેલું પગથિયું છે જે સફળતાની ઊંચાઈએ પહોંચાડશે.સારા બેનરમાં કામ કરવાની તક સાથે તેણીનું કામ પ્રત્યે સમર્પણ, કઠિન પરિશ્રમ અને કુદરતની શક્તિ પરના વિશ્વાસના કારણે આજે લોકપ્રિયતા મેળવી છે.વિધિની અત્યાર સુધીની કેરિયરમાં 2000 થી વધુ ભક્તિ શો ઉપરાંત 2017,2019,2022,2024ના ઇલેક્શનમાં ચૂંટણીનો ચોરો કાર્યક્રમ કર્યા.પોલિટિકલ ડીબેટ પણ કરી.અયોધ્યામાં એક મહિનો રહી મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમની ઝીણામાં ઝીણી વિગતો દર્શકો સુધી પહોંચાડી. વેબ સાઈટ પર ‘પુસ્તકના પાનેથી’ પ્રોગ્રામના 35થી 40 પુસ્તકો પર 550 થી વધુ શો કર્યા.કોઈ પણ વિષય હોય વિધિ હંમેશા તૈયારી સાથે ઓન એર જાય છે.

ગયા વર્ષે પોતાના જ ફિલ્ડના સાથી વિવેક ગોહિલ સાથે લગ્ન બંધનમાં બંધાયા,જે અમદાવાદ માહિતી ખાતામાં ફરજ બજાવે છે.તેણી જણાવે છે કે મારી સફળતામાં માતા,પિતા,ભાઈ,પતિ સહિત પરિવારના દરેકનો ખૂબ સપોર્ટ છે.સાસુ સ્વ.સંગીતાબેન ગોહિલનું કેન્સરમાં અવસાન થયું છે.સસરા ગીરીશભાઈ ગોહિલ,નણંદ ઉર્વશી ગોહિલ બધા ખૂબ પ્રોત્સાહન આપે છે.’ છેલ્લા 8 વર્ષથી ટીવી નાઇનમાં કાર્યરત વિધિની ઈચ્છા ભક્તિ શોને ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચાડવાની છે. પોલિટિકસના વિષયને લઈને ફિલ્ડમાં વધુ કામ કરવું એ તેનું સ્વપ્ન છે.ખૂબ ખૂબ શુભેચ્છાઓ.....

પત્રકારત્વના ફિલ્ડમાં પોલિટિકસ જાણવું ખૂબ જરૂરી છે
તેઓએ જણાવ્યું કે, ‘આ ફિલ્ડને લોકો ખૂબ હળવાશથી લે છે,પરંતુ આ જવાબદારીભર્યું કામ છે.એક સેક્ધડમાં લોકો તમને ટોચ પર પહોંચાડી દે છે તો બીજી સેક્ધડે લોકો ભૂલી પણ જતા હોય છે.તમારું રીડિંગ વિશાળ અને પાવરફુલ હોવું જરૂૂરી છે.જર્નાલિઝમમાં રહેવું હોય તો પોલિટિકસ વિષે જાણવું જરૂૂરી છે. વાંચન ખૂબ જરૂૂરી છે.જો તમે ચાર બુક વાંચશો તો પાંચમો ઓપિનિયન તમારો મૂકી શકશો’.

અયોધ્યામાં કરેલ રિપોર્ટિંગ જીવનનો યાદગાર અનુભવ
તાજેતરમાં અયોધ્યામાં રામમંદિરમાં મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવનું કવરેજ પોતાના જીવનની યાદગાર ઘટના છે આ બાબત તેણીએ જણાવ્યું કે, ‘રામમંદિર અને તેના ઇતિહાસ વિશે ઘણું રિસર્ચ કર્યું હતું આ એક એવી અમૂલ્ય તક હતી કે જે જીવનમાં બીજી વાર ન મળે. અયોધ્યામાં ગાળેલા 25 દિવસ ક્યારેય નહીં ભુલાય. જાણે કુદરત તમારી મદદ કરતી હોય એ રીતે મહત્તવની સ્ટોરી મળતી જાય સાધુ-સંતો સહિત અનેક લોકો પણ મદદરૂૂપ થયા. છેલ્લા ચાર દિવસ વાહનની મનાઈ હતી જેથી બધે જ પગપાળા જવાનું થતું છતાં કામના આનંદ વચ્ચે થાક નહોતો લાગતો.છેલ્લા દિવસે મંદિર અને મૂર્તિના દર્શનને માણવાનો જે અવસર મળ્યો એ યાદગાર હતો.જૂનાગઢમાં માતા-પિતા ઘર લેવાની ઈચ્છા કરતા હતા પણ મેળ પડતો નહોતો તેથી પ્રાર્થના કરી કે ભગવાન તમે તો નવા મંદિરમાં વસી ગયા પણ અમને પણ નવું ઘર મળે.મારા આશ્ચર્ય વચ્ચે ત્યાં જૂનાગઢમાં માતા પિતાએ ઘર લેવાનું નક્કી કર્યું અને જે મુહૂર્તમાં પ્રાણપ્રતિષ્ઠા થઈ એ જ સમયમાં તેઓએ ઘરમાં કળશ સ્થાપન કર્યું.’

તમારી શક્તિને ઓળખો
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે મહિલા અનામત શા માટે? જો કોઈની એક્સ્ટ્રા મદદ લઈને ઉપર આવવું હોય તો તમારામાં જે એક્સ્ટ્રા આવડત છે તેની કિંમત ક્યારે કરીશું? તમારી શક્તિને ઓળખો.મહિલાઓ સંવેદનશીલ છે તો સાથે સાથે સ્ટ્રોંગ પણ છે.મહિલાઓ અન્ય મહિલા સાથે સરખામણી અને ઈર્ષ્યા નહિ કરે ત્યારે સાચા અર્થમાં સશક્ત બનશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement