For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

થર્ટી ફર્સ્ટની ઉજવણીનો કેફ, પર્યટન સ્થળોમાં બુકિંગ ફુલ

12:57 PM Dec 29, 2023 IST | Bhumika
થર્ટી ફર્સ્ટની ઉજવણીનો કેફ  પર્યટન સ્થળોમાં બુકિંગ ફુલ

સૌરાષ્ટ્રના તાલ અને થર્ટીફર્સ્ટની ઉજવણીનો જબરજસ્ત માહોલ જામ્યો છે. અને સૌરાષ્ટ્રના પર્યટન સ્થળો જૂનાગઢ, સાસણગીર, દેવળિયા સફારી પાર્ક, દ્વારકા, શિવરાજપુરબીચ સહિતના સ્થળો તેમજ સૌરાષ્ટ્રની બાજુમા જ આવેલ રમણીય કેન્દ્રશાસિત ટાપુ દીવમાં સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. અને આગામી તા. 30મી બાદ સહેલાણીઓનો જબ્બર ધસારો થવાનો હોય તેમ અત્યારથી જ હોટેલો, ગેસ્ટહાઉસ, રિસોર્ટ તેમજ ફાર્મ હાઉસમાં બુકિંગ થઈ ગયા છે.
વર્ષ 2023ની વિદાય અને વર્ષ 2024ના વધામણાની હવે ઘડીઓ ગણાઈ રહી છે..બજારોમાં રોનક અને લોકોના ચહેરા પર જોવા મળતો સ્મિત જ બતાવે છે નવા વર્ષની ઉજવણી માટે કેટલો ઉત્સાહ છે. નવા વર્ષની ઉજવણી માટે લોકોએ અનેક પ્રકારના પ્લાન બનાવ્યા છે.
આમ તો નાતાલથી જ લોકો ઉજવણીના માહોલમાં જોવા મળતા હોય છે...પરંતુ નાતાલની ઉજવણી તો હજુ ટ્રેલર હતી, ઉજવણીની આખી પિક્ચર તો હજુ બાકી છે. થર્ટી ફસ્ટની ઉજવણી માટે લોકોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
થર્ટી ફસ્ટને તો હજુ થોડા દિવસની વાર છે...પરંતુ ગીરનાર પર તો અત્યારથી જ ઉજવણીનો માહોલ જામી ગયો છે....એશિયાના સૌથી મોટા રોપ-પેની સફરની મજા માણવા સાથે મા અંબાના દર્શન કરવા જૂનાગઢમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. નવા વર્ષની રજાઓમાં જૂનાગઢના ઐતિહાસિક ધાર્મિક સ્થળો પર દર્શનની સાથે સક્કરબાગ ઝૂ, ઉપરકોટ સહિતના રમણ્ય સ્થળોની મુલાકાત લઈ પ્રવાસીઓ લઈ રહ્યા છે.
સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ નવા વર્ષ પહેલાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે..નાતાલની રજા હોવાથી 25 ડિસેમ્બરે એક જ દિવસમાં 1 લાખ પ્રવાસીઓ એકતા નગરની મુલાકાત લીધી હતી...વિવિધ આકર્ષણો અને એકતાનગરમાં ઊભી કરાયેલી સુવિધાથી કુદરતના ખોળે અદભૂત નજારો જોઈ પ્રવાસીઓ ખુશખુશાલ થઈ રહ્યા છે..જો કે હજુ 31 ડિસેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી જ રીતે પ્રવાસીઓનો ધસારો જોવા મળે તેવી સ્થિતિ છે.
નવા વર્ષની ઉજવણી માટે બજારોમાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે..સાથે સાથે રજાનો માહોલ શરૂૂ થતા જ જૂનાગઢ, સોમનાથ, દ્વારકા, યાત્રાધામ અંબાજી, પાવાગઢ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળો પર પણ લોકોનો ધસારો વધવા લાગ્યો છે. ત્યારે ધીરે ધીરે સમગ્ર ગુજરાત થર્ટી ફર્સ્ટની ઉજવણીના માહોલમાં રંગાવા લાગ્યું છે.

Advertisement

છાંટાપાણી માટે માઉન્ટ આબુનું સૌથી વધુ આકર્ષણ

ગુજરાતના લોકોને ઠંડી સાથે છાંટોપાણી કરવાનો શીખ વધુ હોવાથી થર્ટીફર્સ્ટ દરમિયાન સૌથી મોટું આકર્ષણ માઉન્ટ આબુનું રહે છે અને શનિ-રવી દરમિયાન માઉન્ટ આબુમાં સૌથી વધુ ઉજવણીના આયોજનો થયા છે. અને ગુજરાતીઓ ખાનગી વાહનો લઈને બે દિવસ આબુમાં ઉતરી પડશે. આ સિવાય સાપુતારા અને સેલવાસના રિસોર્ટ પણ લોકોનો વિશેષ આકર્ષણ રહે છે. સેલવાસને અડીને જ દારૂની છુટ વાળો કેન્દ્રશાસિત પ્રદેશ દમણ આવતો હોવાથી પ્રવાસીઓએ સેલવાસના રીસોર્ટમાં છાટાપાણીની વ્યવસ્થાઓ કરી લીધી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement