For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

થર્ટી ફર્સ્ટે 13 વ્યક્તિ પિચકારી મારતા ઝડપાયા

04:41 PM Jan 01, 2024 IST | Sejal barot
થર્ટી ફર્સ્ટે 13 વ્યક્તિ પિચકારી મારતા ઝડપાયા

શહેરમાં વર્ષના છેલ્લા દિવસે પણ ગંદકી કરતા લોકો પકડાયા હતાં. પાનખાઈને પીચકારી મારતા 13 તેમજ જાહેરમાં કચરો ફેંકતા 33 નાગરિકોને દંડ ફટકારવામાં આવેલ જ્યારે અલગ અલગ 112 ન્યુસન્સ પોઈન્ટ પરથી વધુ 21.5 ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ તેમજ દુકાનોમાંથી 4.4 કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યુ હતું.
રાજકોટ શહેરમા સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેર ને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગેની ફરિયાદોનાં ઝડપી નિવારણ તેમજ લોકો માં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકો ને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાનાં માધ્યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત ગઈકાલે 13 વ્યક્તિઓને સીસીટીવી કેમેરા મારફત જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 2000 કેમેરા દ્વારા દિનભરમાં 1560 લોકેશન ચેક કરવામાં આવેલ, જે અંતર્ગત કુલ 1436 સફાઈ કામદારોની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબતની 41 ફરિયાદો સીસીટીવી ક્ધટ્રોલ રૂૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. આ ફરિયાદોનું ફોલોઅપ જે તે વિસ્તારનાં સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી 24 કલાકમાં ફરિયાદનુ નિવારણ કરવામાં આવેલ છે.
સ્વચ્છતા એ જ સેવા અભિયાનના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.01/01/2024ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનના 107 ન્યુસન્સ પોઈન્ટ ખાતે સઘન સફાઈ કામગીરી કરી 21.5 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement