For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ન્યારી ડેમ પાસે એપાર્ટમેન્ટમાંથી ચોરે ATM કાર્ડ ચોરી નાણાં ઉપાડી લીધા

03:52 PM Jun 06, 2024 IST | Bhumika
ન્યારી ડેમ પાસે એપાર્ટમેન્ટમાંથી ચોરે atm કાર્ડ ચોરી નાણાં ઉપાડી લીધા
Advertisement

રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી છે. ગઈકાલે યુનિવર્સિટી રોડ પર એક મકાનમાંથી તસ્કરોએ રૂા.15 લાખની રોકડ અને બે બાઈક તસ્કરો ચોરી ગયાની ઘટના પોલીસમાં નોંધાઈ હતી. આ ચોરીનો ભેદ ઉકેલવા પોલીસ મથામણ કરી રહી છે ત્યારે વધુ એક ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.
બનાવની વધુ વિગતો અનુસાર, ન્યારી ડેમની સામે આઉટ ઓફ ધ બોક્ષની બાજુમાં આવેલા સફલ બિલ્ડીંગના ફલેટ નં.101માં રહેતા મુળ ભાણવડ તાલુકાના પાછતર ગામના વતની પ્રકાશભાઈ કરશનભાઈ કોરણા (ઉ.24) એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ આઉટ ઓફ ધ બોક્ષ રીસોર્ટમાં એકાઉન્ટન્ટ તરીકે ત્રણેય વર્ષથી નોકરી કરે છે. તેમજ તેઓ જે ફલેટમાં રહે છે ત્યાં તેની સાથે રીસોર્ટમાં નોકરી કરતા બીજા સ્ટાફના જેમાં રાહુલ ધ્રાંગીયા, સુભાષ ગોહેલ અને નયન ચૌધરી રહે છે.

તા.04નાં રોજ ફલેટ બંધ કરી કામ પર ગયા હતાં ત્યારબાદ બપોરના ફલેટ પર પહોંચતાં તાળુ તુટેલી હાલતમાં હતું અને અંદર સામાન વેરવિખેર હાલતમાં હતાં. પ્રકાશભાઈ અને રાહુલભાઈનું એટીએમ ચોરી થયું હતું અને બન્નેના એટીએમમાંથી રૂા.12,300ની રોકડ ઉપાડી લીધી હતી. આ મામલે રૂમમાંથી ત્રણ ચશ્મા, રૂા.6 હજારના ત્રણ ઘડીયાળ રૂા.13 હજાર અને ટ્રીમર રૂા.3 હજાર મળી રૂા.34,300ની ચોરી કરવામાં આવી હતી. આ ચોરીની ઘટનામાં જાણવા મળ્યું હતું કે, તસ્કરે એટીએમની સાથે પાસવર્ડ એન્વલોપ પણ ચોરી લીધા હતાં. હાલ રાજકોટ તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement