For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં મેડિકલની પીજીની 450 બેઠકોનો વધારો થશે

04:14 PM Jun 27, 2024 IST | admin
ગુજરાતમાં મેડિકલની પીજીની 450 બેઠકોનો વધારો થશે
Advertisement

200નો વધારો મંજૂર, 250ની પ્રક્રિયા ચાલુ

ગુજરાતની મેડીકલ કોલેજોની પોસ્ટ ગ્રેજયુએટ સીટોની સંખ્યામાં 450 બેઠકોનો મોટો વધારો થવાના સંકેત છે. નેશનલ મેડીકલ કાઉન્સીલે ચાલુ વર્ષે પોસ્ટ ગ્રેજયુએટની વધુ 200 બેઠકો મંજુર કરી છે અને વધુ 250 બેઠકોની મંજુરી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગુજરાતની મેડીકલ કોલેજોમાં ગત વર્ષે પોસ્ટ ગ્રેજયુએટ મેડીકલની 250 બેઠકોનો વધારો થયો હતો તેની સરખામણીએ આ વર્ષે 40 ટકા વધુ બેઠકો ઉમેરાશે.
મોટાભાગની બેઠકો આજથી કોલેજોને ફાળવવામાં આવશે જેમાં ઓલ ઈન્ડીયા કવોટા લાગુ પડતો ન હોવાના કારણોસર ગુજરાતના તબીબી વિદ્યાર્થીઓને મોટો લાભ થવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે.
ગુજરાતની મેડીકલ કોલેજોમાં છેલ્લા ત્રણ વર્ષમાં પીજી મેડીકલ બેઠકોની સંખ્યામાં 1100 સીટોનો વધારો થયો છે. સુત્રોના કહેવા પ્રમાણે વધારાની તમામ 450 બેઠકો ઓર્થોપેડીક મેડીસીન, રેડીયોલોજી, ગાયનેકોલોજી, ડર્મેટોલોજી જેવી બ્રાંચમાં ઉપલબ્ધ થશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement