For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નશા શરાબ મે હોતા તો.. થર્ટી ફર્સ્ટે દારૂના 16 દરોડો પડયા

04:29 PM Jan 01, 2024 IST | Sejal barot
નશા શરાબ મે હોતા તો   થર્ટી ફર્સ્ટે દારૂના 16 દરોડો પડયા

એકત્રીસમી ડિસેમ્બર અંતર્ગત દારૂૂની પ્રવૃત્તિ સદંતર અટકાવવા કેસ શોધી કાઢવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સૂચનાથી શહેર ભરની પોલીસે દેશી અને વિદેશી દારૂના 16 જેટલા દરોડા પાડી દારૂનો મોટો જથ્થો કબ્જે કર્યો હતો.
ત્યારે ડીસીપી સજ્જનસિંહ પરમારની રાહબરીમાં એલસીબી ઝોન.1 ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ બી.વી. બોરીસાગર,રવીરાજભાઇ પટગીર,વિજેન્દ્રસિંહ ઝાલા તથા સત્યજીતસિંહ જાડેજાની સંયુક્ત બાતમી આધારે ભગીરથ સોસાયટી શેરી નં.7, સંતકબીર રોડ પરના દિલીપ કરસનદાસ ચંદારાણાના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂૂનો એક લાખનો જથ્થો પકડી પાડી આરોપી દિલીપ અને તેનો પુત્ર પ્રતીક ઘરે ન મળતા શોધખોળ કરવામાં આવી રહી છે. દિલીપ અગાઉ દારૂના 6 ગુનામાં અને પ્રતીક 8 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.પોલીસે ઘરમાં કબાટમાં, ભોંયરામાં છુપાવેલી 333 બોટલ રૂૂ.1,02,300નો દારૂ કબ્જે કર્યો છે.
બીજા બનાવમાં થોરાળા પોલીસના પીઆઇ બી.એમ.ઝણકાંટ, એ.એસ.આઇ હિતેન્દ્રસિંહ ઝાલા,પ્રકાશભાઇ ખાંભરા,વિમલભાઈ ધાણજાને મળેલ હકીકત આધારે પી.ટી.સી.ના ગ્રાઉન્ડ પાસે માજોઠીના ખુણે બાવળની ઝાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂૂની બોટલ નંગ- 46 કુલ કિ.રૂૂ. 27,600નો મુદામાલ કબ્જે કર્યો છે. આ દારૂ અજય ઉર્ફે ચીબરી નથુભાઇ ડાભી (ઉ.વ.રર રહે ગંજીવાડા શેરી નં 36, મહાકાળી ચોક)નો હતો. તેમજ ચુનારાવાડના ગોકુળપરામાંથી વિજય ઉર્ફે અનો નાનજી સોલંકીને વિદેશી દારૂૂની 27 બોટલ સાથે ઝડપી લીધો હતોતેમજ ચુનારાવાડમાંથી સમજુબેન વિરજીભાઈ રાઠોડને સાતેક દારૂૂની બોટલ જપ્ત કરી હતી.
જ્યારે દેશી દારૂ સાથે ઇમરાન કાળુભાઈ નારેજા, યોગીરાજસિંહ કિશોરસિંહ જાડેજા,પંકજ પોપટ બાવરિયા,કલ્પેશ વહતુભાઈ ધાંધલ, રણજિતભાઈ બહાદુરભાઈ ખાચર, કમલેશ ધરમશીભાઈ મકવાણા, ભાભલુભાઈ બહાદુરભાઈ ખાચર, ભરતભાઈ ખીમજીભાઈ ધેવરિયા, નારુંભાઈ રામભાઈ રતનું, મંજુબેન રામભાઈ સોલંકી, જોશનાબેન રાજભાઈ સોલંકી, રૂપલબેન મકવાણા અને કાંતાબેન વાઘેલાને ઝડપી લઈ કાર્યવાહી કરી હતી.

Advertisement

ગંજીવાડામાં જખઈનો દરોડો: ઘરમાં ભોંયરું બનાવી છુપાવેલો 55 હજારનો દારૂ કબજે

થર્ટી ફર્સ્ટમાં દારૂનું ધૂમ સેવન થવાનું હોય અને બૂટલેગરો પણ ધંધો કરી લેવાના મૂડમાં હોય બૂટલેગરો પર તૂટી પડવા પોલીસ કમિશનરે આદેશ કર્યા હતા. પોલીસે કેટલાક શખ્સોને ઝડપી દારૂૂનો જથ્થો પણ કબજે કર્યો હતો પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલે ગંજીવાડામાં નામચીન બૂટલેગર હિતેષ ભગવાનજી મજેઠિયાના ઘરમાં વિદેશી દારૂૂનો જથ્થો હોવાની માહિતી મળતાં એસએમસીના પીએસઆઇ એ.વી. પટેલ સહિતની ટીમ ત્રાટકી હતી.પોલીસ પહોંચી ત્યારે હિતેષ મજેઠિયા હાજર નહોતો.પોલીસે મકાનની તલાશી લીધી ત્યારે પ્રથમ દૃષ્ટિએ કંઇ મળ્યું નહોતું.પરંતુ રસોડામાં કબાટની પાછળ બનાવવામાં આવેલા ચોરખાના પર નજર પડતાં જ તેમાંથી રૂ.55,970ની કિંમતનો 143 બોટલ દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. હિતેષ લાંબા સમયથી દારૂનો વેપલો કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. એસએમસીના દરોડાથી સ્થાનિક પોલીસમાં દોડધામ મચી ગઇ હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement