For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સપ્તાહના પ્રારંભે શેરબજારમાં રોનક, સેન્સેક્સે ફરી 71 હજારની સપાટી વટાવી

11:22 AM Jan 29, 2024 IST | Bhumika
સપ્તાહના પ્રારંભે શેરબજારમાં રોનક  સેન્સેક્સે ફરી 71 હજારની સપાટી વટાવી

બજેટ પૂર્વે બજારમાં પોઝિટિવ મૂવમેન્ટ, બેન્ક-ફાઈનાન્સ શેરોમાં કરન્ટ

Advertisement

ફેબ્રુઆરીમાં રજૂ થનારા બજેટ પહેલા માર્કેટમાં તેજીનો સંચાર ચાલુ થયો છે. 31 જાન્યુઆરીથી ચાલુ થનારા બજેટ શત્ર પહેલા આજે ઓપ્શન્સની ફેબ્રુઆરી સીરીઝની શરૂઆત થઈ હતી. આ નવી સીરીઝ પહેલા જ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. આજે વૈશ્ર્વિક સકારાત્મક સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી બન્ને સુચક આંકોમાં તેજી સાથે શરૂઆત થઈ હતી. સેન્સેક્સમાં શરૂઆતના શેસન્માજ 750થી વધુ પોઈન્ટ અને નિફ્ટીમાં 240 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.

શુક્રવારે 70700 લેવલે બંધ થયેલ સેન્સેક્સે આજે સવારે ફરી 71000ની સપાટી વટાવી લીધી છે. આજે સવારે તેજી સાથે સેન્સેક્સ 268 પોઈન્ટ ઉછળીને 70,968 પર ખુલ્યો હતો. બાદમાં શરૂઆતના શેસનમાં જ શુક્રવારના બંધથી 753 પોઈન્ટ ઉછળીને 71,453ના હાઈ સુધી પહોંચી ગયો હતો.

Advertisement

નિફ્ટી શુક્રવારે 21352 પર બંધ થયેલ નિફ્ટી આજે 81 પોઈન્ટ ઉછળીને 21,433 પર ખુલી હતી. બાદમાં પહેલા સેશનમાં જ શુક્રવારના બંધથી નિફ્ટી 238 પોઈન્ટ ઉછળીને 21,590નો હાઈ બનાવ્યો હતો.
આજે મુખ્યવધનારા શેરોમાં ઓએનજીસી, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, એચડીએફસી બેંક અને સનફાર્મા હતાં. આજની તેજી અંગેના કારણોમાં જોઈએ તો શુક્રવારે એશિયન સેરબજારોમાં ચાઈના રેસ્ક્યુ મિશનને સફળતા ન મળતા ચાઈના અને હોંગકોંગના બજારો દબાવમાં હતાં. પરંતુ અમેરિકાનું એસએનપી માર્કેટે પાંચ સેશન પછી શુક્રવારે જોરદાર તેજી નોંધાવતા બજાર ફરી તેજીમાં આવી ગયું હતું આ ઉપરાંત અમેરિકાના ઈકોનોમીક ડેટામાં પણ ફુગાવો મધ્યમ રહેવાના આશાવાદે બજારની તેજીને બળ આપ્યું હતું.

નિફ્ટીમાં 50માંથી 40 શેરો આજે તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. અદાણી એન્ટરપ્રાઈઝે આજે 5.09%, અદાણી પોર્ટસ 3.74%, સનફાર્મા 3.05%, એસબીઆઈ લાઈફ 2.44%, તેજી સાથે ટ્રેક થઈ રહ્યા છે.
સેન્સેક્સમાં 30માંથી 25 શેરોમાં આજે તેજી જોવા મળી છે. સેન્સેક્સમાં સનફાર્મા, એનટીપીસી, પાવરગ્રીડ, કોટક મહિન્દ્ર બેંક અને એક્સિસ બેંક 1.5%થી વધુ ઉછળ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement