દિગ્વિજય પ્લોટમાં મોબાઇલ કોલ કાપી નાખવાના મુદ્દે સર્જાઇ બબાલ
બારી અને એક્ટિવામાં તોડફોડ કરી ધમકી આપવા અંગે 3 શખ્સો સામે ફરિયાદ
જામનગર શહેરના દિગવીજય પ્લોટ શેરી નંબર 33 માં નહેર ના કાંઠે ફોન કાપી નાખવાની સામાન્ય બાબતનો ખાર રાખીને બાઇકમાં ઘસી આવેલા શખ્સોએ બબાલ કરી હતી, અને બારી તથા એકટીવમાં તોડફોડ કરીને ધમકી આપ્યાનો મામલો સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પહોચ્યો હતો. જ્યાં 3 શખ્સો સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરમાં દિગવીજય પ્લોટ શેરી નંબર 33 માં નહેરના કાંઠે રહેતા સાજીયા સોહીલભાઇ બ્લોચ (ઉ.વ.33) ના પતિના ફઈના દિકરા સાહીલે તેણીના મોબાઇલમાં ફોન કરતા તેના સાત વર્ષના પુત્રએ ફોન કાપી નાખ્યો હતો, જે વાતનો ખાર રાખીને સાહીલ અને તેના બે મિત્રોએ એક સંપ કરી તા.24 ના રાત્રીના 11 વાગ્યા ના સુમારે બાઇકમાં પાઇપ, ધોકા સાથે ફરીયાદીને મારવા માટે તેના ઘરે આવ્યા હતા.
દરમ્યાન ઘરની કાચની બારીમાં છરીનો ઘા મારી તોડી નાખ્યો હતો, અને ફરીયાદીની એકટીવા નં.જી.જે.10.ઇ.એ.4385 માં પાઇપ અને ધોકા મારી, નુકશાન પહોચાડી અપશબ્દો બોલી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી.
જે મામલે સાજીયા સોહીલભાઇ બ્લોચ દ્વારા સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ, સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા ફરીયાદી સાજીયા બ્લોચ ના નિવેદન ના આધારે આરોપી સાહીલ આરીફભાઇ, દંતો અને આફ્રિદી નામના અન્ય બે સાગરીતો વિરૂૂદ્ધ આઇપીસી કલમ 333, 324 (4), 351 (3), 352, 189 (4) તથા જી.પી.એક્ટ કલમ 135 (1) મુજબ ગુનો નોંધ્યો છે, અને દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકી ના પીએસઆઇ એ.વી.સરવૈયા તપાસ ચલાવી રહ્યા છે.