For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કમળમાં કંઈ લેવાનું નથી, પંજામાં મતદાન કરવાનું છે!

11:54 AM Jun 24, 2024 IST | Bhumika
કમળમાં કંઈ લેવાનું નથી  પંજામાં મતદાન કરવાનું છે
Advertisement

સાવરકુંડલાના ભાજપના પૂર્વ ધારાસભ્યનો વીડિયો વાઈરલ થતાં ખળભળાટ

લોકસભાની ચૂંટણી તો પૂર્ણ થઈ પરંતુ આમરેલી જિલ્લાએ પ્રદેશ ભાજપનું ટેન્શન સતત વધાર્યું છે. હવે સાવરકુંડલા બેઠકના પૂર્વ ખકઅ કાળું વિરાણીનો વિડીયો વાયરલ થયો છે. જેમાં તે ફોન પર કોંગ્રેસને જીતાડવાની વાત કરે છે. હજુ પૂર્વ મંત્રીનો વિવાદ શાંત નથી થયો ત્યાં પૂર્વ ધારાસભ્યનો વીડિયો વાયરલ થતાં કમલમમાં કકળાટ છે એ નક્કી થયું છે. શિસ્તબદ્ધ કહેવાતા ભાજપમાં નેતાઓ હવે ખૂલીને વિરોધ કરવાના મૂડમાં આવ્યા છે.એક પછી એક નેતાઓ જાહેરમાં બોલવા લાગ્યા છે. આ દરમિયાન અમરેલી જિલ્લો વિવાદનું એપી સેન્ટર બની રહ્યું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. હવે પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણીનો ચૂંટણી સમયનો વિડીયો વાયરલ થયો છે.

Advertisement

વાયરલ વીડિયોમાં પૂર્વ ધારાસભ્ય કહે છે કે પંજામાં મતદાન કરવાનું છે. જેનીબેન ઠૂમરને. કમળ માં હવે કાઇ નથી લેવાનું. કાઇ કરે એમ પણ નથી અને ધ્યાન પણ નથી દેતા કોઈ. આ વખતે તેને પોરો દેવાનો છે. આ ચૂંટણી મહત્વની એટલે છે કે મહિના દિવસમાં પંચાયતની ચૂંટણી આવી જશે. અત્યારે થોડું ગોઠવીએ અને ભેગું કરીએ તો તેમાં થોડુંક કામ આવે.

ત્રણવાર ધારાસભ્ય રહી ચુકેલા કાળુભાઈ વીરાણીએ 1998થી 2007 સુધી ત્રણ ટર્મ ભાજપમાંથી જીત્યા હતા. સાવરકુંડલા બેઠકથી 3 વાર જીતેલા પૂર્વ ધારાસભ્યનો વીડિયો વાયરલ થતાં ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જો કે, આ વીડિયો કાળુભાઈ વિરાણીનો જ છે કે, એ.આઈ.ની કમાલ છે. તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. પરંતુ લોકસભાની ચૂંટણી બાદ ભાજપના અંદરનો અવાજ ધીરે ધીરે બહાર આવી રહ્યાનું મનાય છે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપે 26 પૈકી 25 બેઠકો પર જીત મેળવી હતી. પરંતુ, સતત ત્રીજી વખત રાજ્યમાં તમામ 26 એ 26 બેઠક જીતવાનો ભાજપનો લક્ષ્ય પૂર્ણ થયો નહોતો. કારણ કે, બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસનાં ગેનીબેન ઠાકોરે ભાજપનાં ઉમેદવારને હરાવી જીત હાંસલ કરી હતી.

જો કે, ચૂંટણી દરમિયાન ભાજપનાં જ કેટલાક લોકોએ પાર્ટીને નુકસાન પહોંચાડવાનું કાવતરું રચ્યું હોવાની ચર્ચાઓ પણ વેગવંતી થઈ હતી. ત્યારે હવે ભાજપના એક નેતાઓનો ચૂંટણી પહેલાનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરને મતદાન કરવાની અપીલ કરતા જોવા મળે છે. આ વીડિયો સામે આવતા ખળબળાટ મચી જવા પામ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement