For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માતાના ઠપકાથી વ્યથિત ખંભાળિયાના યુવાને જિંદગી ટૂંકાવી

11:12 AM Jun 13, 2024 IST | admin
માતાના ઠપકાથી વ્યથિત ખંભાળિયાના યુવાને જિંદગી ટૂંકાવી
Advertisement

  ખંભાળિયામાં રહેતા 22 વર્ષીય એક યુવાનને તેના માતાએ વહેલા ઊઠવાનું કહેતા વ્યથિત હાલતમાં તેણે જિંદગી ટૂંકાવી દીધી હતી.  આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયામાં દરબારગઢ (મેઈન બજાર) નજીક રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કામ કરતા ચાંદ રફીકભાઈ બાનવા નામના 21 વર્ષના યુવાને ગઈકાલે મંગળવારે રાત્રિના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો.  આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ જાવેદશાહ રફીકશાહ બાનવા (ઉ.વ. 35) એ પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ મૃતક ચાંદને તેના માતાએ સવારે વહેલો ઉઠવા બાબતે ઠપકો આપતા આ બાબતે તેને મનમાં લાગી આવ્યું હતું. જેથી તેણે આ પગલું ભરી લીધું હતું. આ સમગ્ર બનાવ અંગે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement