For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

છૂટાછેડાનું લખાણ કરીને નીકળેલા યુવકને રસ્તા વચ્ચે આંતરી હાથ-પગ ભાંગી નાખ્યા

01:02 PM Jun 05, 2024 IST | admin
છૂટાછેડાનું લખાણ કરીને નીકળેલા યુવકને રસ્તા વચ્ચે આંતરી હાથ પગ ભાંગી નાખ્યા

રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં હજુ બે દિવસ પહેલા જ પ્રેમ લગ્ન કરનાર યુગલને મોવૈયા ગામે સરાજાહેર ધોકા વડે માર માર્યાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતાં. જે કિસ્સો હજુ તાજો જ છે ત્યાં ઈન્સ્ટાગ્રામથી પ્રેમમાં પડેલા પોરબંદરના યુવાને પ્રેમ લગ્ન કર્યા બાદ ચાર જ મહિનામાં પત્ની સાથે અણબનાવ બનતા સ્વેચ્છાએ છુટાછેડાનું લખાણ કરી આપ્યા બાદ કારમાં ઘરે જવા નિકળેલા યુવકનો પીછો કરી ગોંડલના મોટાદડવા ગામ પાસે યુવતિના મામા સહિત 8 શખ્સોએ આંતરી ધોકા-પાઈપ વડે માર મારી હાથ-પગ ભાંગી નાખ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ પોરબંદરની શક્તિધામ સોસાયટીમાં રહેતા હાર્દિક હિતેષભાઈ દુધૈયા ઉ.વ.22 નામના સુતાર યુવાને આટકોટ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જસદણના પારેવડા ગામે રહેતા દિલીપભાઈ વરુણભાઈ ડાંગર અને છ અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવકને અઢી વર્ષ પહેલા ઈન્સ્ટાગ્રામ થકી પોરબંદરની ધૃવિ જયપ્રકાશ મેતા નામની યુવતિ સાથે પરિચય થયા બાદ બન્ને વચ્ચે પ્રેમ સબંધ પાંગર્યો હતો. તા. 27-1-24ના પોરબંદર આર્યસમાજ ખાતે પ્રેમ લગ્ન કર્યા હતાં. ત્રણ મહિના પોરબંદર રહ્યા બાદ થોડો સમય અમદાવાદ રહેવા ગયા હતા.

પ્રેમ લગ્નના ચાર મહિનામાં યુગલ વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા અને થોડા દિવસ પહેલા યુવતિ જસદણ પોતાના મામા દિલીપભાઈના ઘરે જતી રહી હતી ત્યાર બાદ યુવતિના પિતા જયપ્રકાશભાઈ મેતાએ જસદણ પોલીસ મથકમાં હાર્દિક દુધૈયા વિરુદ્ધ અરજી કરી હતી. જેમાં જવાબ લખાવવાના હોય હાર્દિક પોરબંદરથી કાર ભાડે કરી જસદણ આવ્યો હતો.

Advertisement

જસદણ પોલીસ મથકમાં નિવેદન આપ્યા બાદ બન્ને પતિ-પત્નીએ સ્વૈચ્છાએ છુટાછેડા લેવાનું નક્કી કર્યા બાદ વકીલની ઓફિસે જઈ રાજીખુશીથી છુટાછેડાનું લખાણ લખી આપ્યું હતું અને ત્યાર બાદ યુવક કારમાં પોરબંદર જવા નિકળ્યો હતો. ત્યારે યુવતિના મામા સહિતના શખ્સોએ બે કારમાં પીછો કરી ગોંડલના મોટાદડવા ગામ પાસે કાર આંતરી યુવક પર ધોકા-પાઈપ વડે હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા હતા અને ભાડે કરેલી કારમાં પણ તોડફોડ કરી હતી.

આ બનાવ અંગે આટકોટ પોલીસે ગુનો નોંદી વિશેષ તપાસ પીએસઆઈ જે.એચ. સીસોદિયા, પોલીસ જમાદાર એસ.વી. સોલંકી સહિતનો સ્ટાફે હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement