For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધ્રોલનો યુવાન સેલ્ફી લેવા જતા જમજીર ધોધમાં ગરકાવ થયો

12:28 PM Jun 04, 2024 IST | Bhumika
ધ્રોલનો યુવાન સેલ્ફી લેવા જતા જમજીર ધોધમાં ગરકાવ થયો
Advertisement

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નજીકના જામવાળા અને ઘાટવડ ની હદ માં આવેલા સુપ્રસિદ્ધ જંજીર ધોધ માં જામનગર ના ધ્રોલ ગામનો નો યુવાન સેલ્ફી લેતા પગ લપસી જતા ધોધના ઊંડા પાણીમાં ડૂબી જતા તેનું કરુણ મૃત્યુ થયું છે . આ બનાવની હકીકત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોળ ગામના પરેશભાઈ પરસોત્તમભાઈ પરમાર ઉં.વ.34 તેમના પત્ની અને બે બાળકો તેમજ તેમના મિત્ર અને તેમના પત્ની સાથે જમજીરના ધોધ જોવા અને ફરવા આવ્યા હતા. દરમિયાન શિંગોડા ડેમમાંથી પાણી છોડાતા ધોધ નો નજારો અનેરો હતો ધોધ જોવા આવેલા પરેશભાઈ ધોધ ની નજીક જઈને મોબાઇલમાં સેલ્ફી લેવા તૈયારી કરતા હતા એ દરમિયાન અચાનક તેમનો પગ લપસતા ધોધના ઊંડા ધુનામાં ગરક થઈ ગયા હતા બનાવ અંગે કોડીનાર પોલીસમાં જાણ કરવામાં આવતા કોડીનાર પોલીસ, કોડીનાર મામલતદાર તેમજ ગીર ગઢડાના મામલતદાર તુર્તજ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વેરાવળ ફાયર બ્રિગેડને જાણ કરીને તેમના તરવૈયાઓને ટીમ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી જમજીરના ધોધે આવીને ત્રણ કલાકની જહેમત બાદ યુવાનના મૃતદેહને ઊંડા પાણીમાંથી બહાર કાઢ્યો હતો મૃતક પરેશભાઈને ચાર વર્ષની દીકરી અને બે વર્ષનો દીકરો જે તેમની સાથે જ ફરવા આવ્યા હતા તેણે પિતાની છત્રછાયા ગુમાવી છે બનાવની જાણ તેમના વતન ખાતે કરવામાં આવતા તેમના પરિવારજનો કોડીનાર દોડી આવ્યા હતા પોલીસે અકસ્માત ગુનો નોંધી મૃતકને પીએમ માટે ખસેડી આપ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે જમજીરના ધોધમાં અત્યાર સુધીમાં સેલ્ફી લેવા જતા ઘણા લોકોએ પોતાના જાન ગુમાવ્યા છે ત્યારે આવું દુ:સાહસ કોઈએ ન કરવું જોઈએ તેવું તંત્રએ જણાવ્યું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement