For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બિગ બોસ 17ના વિજેતાને લકઝરી કાર અને 50 લાખનું મળશે ઇનામ

01:11 PM Jan 20, 2024 IST | Bhumika
બિગ બોસ 17ના વિજેતાને લકઝરી કાર અને 50 લાખનું મળશે ઇનામ

સલમાન ખાનનો વિવાદાસ્પદ શો બિગ બોસ 17 ફાઇનલ રાઉન્ડ તરફ આગળ વધી રહ્યો છે. આ મહિને કલર ચેનલનના આ રિયાલિટી શોનું ફિનાલે થશે. માત્ર બે અઠવાડિયા પછી ફેન્સને આ સીઝનના વિનર મળી જશે. આ શોમાં દરરોજ લડાઇ - ફાઇટિંગ જોવા મળી રહી છે. શોના દરેક સ્પર્ધક ટ્રોફી જીતવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે.

Advertisement

આ વખતે કરણ જોહરે વિકેન્ડ વોરને હોસ્ટ કર્યો હતો. તેમણે શોના તમામ સ્પર્ધકોને ઠપકો આપવાની સાથે સાથે જીત માટે શુભકામના પણ પાઠવી હતી. કરણ જોહરે આ રિયાલિટી શોના વિનર માટે ટ્રોફી અને પ્રાઇસ મનીની સાથે એક નવી સરપ્રાઇસ વિશે પણ જાણકારી હતી.

કરણ જોહરના વિકેન્ડના વારમાં એક કાર બ્રાન્ડ સીઇઓ, તરુણ ગર્ગનું સ્વાગત કર્યું, જેમણે સ્પર્ધકો સાથે મુલાકાત કરી ગહતી. તેમણે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી ઇુીંક્ષમફશ ઈયિફિં લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. તે ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું કે શોના વિજેતાને લક્ઝરી કાર ગિફ્ટ તેમજ લગભગ 50 લાખ રૂપિયાનું ઇનામ પણ મળશે. જો કે પાછળી સિઝનની જેમ ઇનામની રકમ ઘટી શકે છે. આ રિયાલિટી શોમાં કુલ 17 સ્પર્ધકોએ એન્ટ્રી કરી હતી. જેમાં સોનિયા, મનસ્વી, જીજ્ઞા વોરા, સન્ની આર્ય, ખાનઝાદી, સના રઈસ ખાન અને નાવીદ સોલે બિગ બોસ 17ના વિજેતાની રેસમાંથી બહાર થઇ ગયા છે. હવે વિજેતા બનવાની રેસમાં કુલ 14 સ્પર્ધકો છે. જેમાં અંકિતા લોખંડ, વિકી જૈન, મુન્નવર ફારૂકી, આયેશા ખાન, ઓરા, ઐશ્વર્યા શર્મા, નીલ ભટ્ટ, મનારા ચોપરા, અનુરાગ ડોભાલ, ઈશા માલવિયા, સમર્થ જુરેલ, અભિષેક કુમાર, રિંકુ ધવન અને અરુણ શેટ્ટી. જો કે સોશિયલ મીડિયા પર અભિષેક કુમાર અને અંકિતા લોખંડેને ટોપ 2 સ્પર્ધકો તરીકે જોવામાં આવી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement