For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પૂર્વ પતિના બે મિત્રો બ્લેકમેઇલ કરતા હોવાથી પરિણીતાએ ફિનાઇલ પી લીધું

04:38 PM May 16, 2024 IST | Bhumika
પૂર્વ પતિના બે મિત્રો બ્લેકમેઇલ કરતા હોવાથી પરિણીતાએ ફિનાઇલ પી લીધું
Advertisement

શહેરના રેલનગરમાં રહેતી પરિણીતાએ પૂર્વ પતિના બે મિત્રો વિડીયોના આધારે બ્લેકમેઇલ કરી હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે ફિનાલઇ પી આપઘાતનો પ્રયાસ કરતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત અનુસાર મુજબ રેલનગરમાં અવધ રેસીડેન્સીમાં રહેતી રાજલબેન કિશોરભાઇ પરમાર (ઉ.વ.40)નામની પરિણીતાએ આજે સવારે પોતાના ઘરે ફિનાઇલ પી લેતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્રનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.

Advertisement

પ્રાથમિક તપાસમાં તેણીના લગ્ન 20 વર્ષ પહેલા પ્રફુલ મેર સાથે થયા હતા તેને સંતાનમાં બે પુત્ર છે. પતિ મારકુટ કરતો હોવાથી છુટાછુડાની વાત ચાલતી હોય અને હાલમાં 15 દિવસથી તેણી મૈત્રી કરાર કરી રીક્ષાચાલક જગદિશ જીવરાજભાઇ નારોલા સાથે રહે છે. તેઓ આક્ષેપ કરતા જણાવ્યું કે પૂર્વ પતિ પ્રફુલનો મિત્ર વનરાજ સોલંકીએ બે વર્ષ પહેલા વિડીયો ઉતારી લીધો હોય જે વિડીયો તેણે તેના મિત્ર ચેતન કાકડીયાને આપ્યો હોય બંને શખ્સો વિડીયોના આધારે બ્લેકમેઇલ કરી નાણા માંગી હેરાન કરતા હોવાથી તેઓ ફિનાઇલ પી લીધાનું જણાવ્યું હતુ આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.જયારે બીજા બજાવમાં પુષ્કરધામ મેઇન રોડ પર વ્રજ સોસાયટીમાં રહેતી સાધના લાલજીભાઇ બગડા (ઉ.વ.22) નામની પરિણીતાએ એસીડ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement