For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયા નજીક એક્ટિવાને બાઇકે અડફેટે લેતા પતિની નજર સામે જ પત્નીનું થયું મૃત્યુ

12:41 PM Jan 22, 2024 IST | Bhumika
ખંભાળિયા નજીક એક્ટિવાને બાઇકે અડફેટે લેતા પતિની નજર સામે જ પત્નીનું થયું મૃત્યુ

ભાણવડના વાનાવડ ગામે મહિલાનો આપઘાત : ભાણવડનાં યુવાનનો મોબાઇલ ચોરાયો : મોટા ભાવડામાં જુગાર દરોડો

Advertisement

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા કાસમભાઈ તૈયબભાઈ ભાયા નામના 59 વર્ષના મુસ્લિમ આધેડ શનિવાર તા. 20 ના રોજ તેમના પત્ની ઝુલેખાબેનને સાથે લઈને એકટીવા મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા ત્યારે ખંભાળિયા - જામનગર હાઈવે પર કજૂરડા ગામના પાટીયા પાસે પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા મોટરસાયકલના ચાલકે કાસમભાઈ ભાયાના એકટીવા સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માતમાં દંપતિ ફંગોળાઈ ગયું હતું અને કાસમભાઈના પત્ની ઝુલેખા ભાયાને ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જીને આરોપી મોટરસાયકલ ચાલક નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ બનાવ અંગે કાસમભાઈ ભાયાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા મોટરસાયકલના સામે આઈપીસી કલમ 279, 337, 304 (એ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

Advertisement

પરિણીતાએ જિંદગી ટૂંકાવી
ભાણવડ તાલુકાના વાનાવડ ગામે હાલ રહેતા વર્ષાબેન અરશીભાઈ વાઘેલા નામના 23 વર્ષના પરિણીત મહિલાને શ્વાસની બીમારી હોય અને તેણીથી ખેતીનું કામ ઓછું થઈ શકતું હતું. આ વચ્ચે ત્રણેક દિવસ પૂર્વે સવારે ઊઠવામાં તેણીને મોડું થઈ ગયું હોવાથી તેણીના સસરાએ કામ બાબતે વહેલા ઊઠવાનું બાબતે ઠપકો આપતા વર્ષાબેન થોડો સમય માટે આવેગ સાથે ગુસ્સામાં આવી ગયા હતા અને તેણે પાકમાં છાંટવાની જેવી દવા પી લેતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ રવજીભાઈ અરશીભાઈ પરમારએ ભાણવડ પોલીસને કરી છે.

મોબાઇલ ચોરાયો
ભાણવડમાં મેવાસા રોડ પર રહેતા ભરતકુમાર દેવાભાઈ સાદીયા નામના 30 વર્ષના યુવાનનો રૂૂપિયા 35,000 ની કિંમતનો વિવો કંપનીનો મોબાઈલ ફોન શનિવારે રાત્રિના સમયે કોઈ તસ્કર ચોરી કરીને લઈ ગયો હોવાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

દ્વારકામાં જુગાર રમતા ચાર ઝડપાયા
દ્વારકા તાલુકાના મોટા ભાવડા ગામેથી પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલા લાલાભા કરમણભા માણેક, ભારાભા મુંજાભા માણેક મેઘાભા વિસાભા સુમણીયા અને લધુભા ડુંગરભા સુમણીયા નામના ચાર શખ્સોને ઝડપી લઇ, રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Advertisement
Advertisement
Advertisement