For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રેમિકા સાથે પ્રેમાલાપ કરતા ઝડપાયેલ પતિની કારની બોનેટ ઉપર પત્ની ચડી ગઇ

04:38 PM Jun 17, 2024 IST | Bhumika
પ્રેમિકા સાથે પ્રેમાલાપ કરતા ઝડપાયેલ પતિની કારની બોનેટ ઉપર પત્ની ચડી ગઇ
Advertisement

ગાંધીનગરની સડકો ઉપર ‘પતિ-પત્ની ઔર વો’નો હાઇવોલ્ટેજ ડ્રામા

વધતી જતી મોંઘવારીને પહોંચી વળવા માટે આજના જમાનામાં પતિ-પત્ની બન્ને કમાણી કરે તે ખૂબ જ જરૂૂરી છે. આવી સ્થિતિમાં આડાસબંધના કિસ્સાઓ પણ સતત વધી રહ્યાં છે. આવો જ ‘પતિ-પત્ની ઔર વો’નો કિસ્સો ગુજરાતના પાટનગરમાંથી સામે આવ્યો છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક મહિલા કારના બોનેટ પર બેસીને બૂમો પાડી રહી છે. જ્યારે કારમાં સવાર પુરુષ કારને રસ્તા પર દોડાવી રહ્યો છે. આગળ જતાં કાર થોભે છે, ત્યારે લોકોના ટોળા ઉમટી પડે છે.

Advertisement

આ ઘટના ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા પાસેની હોવાનું કહેવાય છે. જેમાં છેલ્લા ઘણાં સમયથી એક યુવતીને પોતાના પતિની વર્તણૂંક પર શંકા હતી. આથી ગઈકાલે તેણે પીછો કર્યો હતો. આ દરમિયાન ઘ-4ના સર્કલ સ્થિત સેન્ટ્રલ વિસ્ટા નજીક તેનો પતિ કારમાં સહકર્મચારી એવી પત્ની સાથે રંગરેલિયા મનાવતો હતા. પત્નીએ પતિ અને તેની પ્રેમિકાને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

આ દરમિયાન પત્નીએ કારનો દરવાજો ખોલીને પતિને પ્રેમિકાને બહાર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પતિએ કારનો દરવાજો બંધ કરી દેતા પત્ની બોનેટ પર ચડી ગઈ હતી. આમ છતાં પતિએ કાર જાહેર રસ્તા પર હંકારી મૂકી હતી. આ દરમિયાન પત્ની કાર ઉભી રાખવા માટે બૂમો પાડતી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement