For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આંધળૂકિયા સીલિંગ ઝુંબેશ સામે મહાજનોનું હલ્લાબોલ

03:45 PM Jun 11, 2024 IST | Bhumika
આંધળૂકિયા સીલિંગ ઝુંબેશ સામે મહાજનોનું હલ્લાબોલ
Advertisement

છેલ્લા દસ દિવસથી સીલિંગ મારતા અને તંત્રની કનડગતથી વેપાર-ધંધામાં હેરાનગતિ થતી હોવાની રાવ: 2000થી વધુ વેપારીઓ મનપામાં ધસી ગયા: વ્યવહારુ ઉકેલ લાવવા આવેદન પાઠવ્યું

Advertisement

ટીઆરપી અગ્નિકાંડ બાદ મનપા દ્વારા આડેધડ સીલ મારવામાં આવ્યા હતા. છેલ્લા 15 દિવસથી વેપાર ધંધા, શાળાઓ, ઉદ્યોગો, દુકાનો બંધ રહેતા અકળાયેલા મહાજનો, શાળા સંચાલકો, વેપારીઓ, ધંધાર્થીઓ દ્વારા આજે મનપામાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. તંત્ર સામે પોતાનો રોષ ઠાલવી તાકીદે વ્યવહારૂ ઉકેલ લાવી અને નિયમો તોડતા સામે જ કાર્યવાહી થાય તેમજ સુકા વાંકે લીલુ બળી ન જાય તેનું ધ્યાન રાખવા માટે આવેદન આપી રજુઆત કરવામાં આવી હતી. આશરે 2000 થી વધારે લોકો મનપામાં જતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

મનપાની સીલીંગ કામગીરી સામે વેપારીઓ દ્વારા રોષ વ્યકત કરવામાં આવ્યો હતો. છેલ્લા 10 દિવસથી વેપાર ધંધા બંધ રહેતા ભારે મુશ્કેલી સહન કરવી પડી રહી છે. મનપા તંત્ર દ્વારા કરવામાં આવતી કનડગતથી વેપારીઓના ધંધા ઠપ્પ થઇ ગયા છે ત્યારે વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરી અને સિલ ખોલવામાં આવે તેવી વ્યથા ઠાલવી હતી.

ચેમ્બર સહીત અન્ય સંગઠનો દ્વારા કરાયેલી રજુઆતમાં જણાવે છે કે ટીઆ2પી ગેમઝોનમાં બનેલ આગની દુર્ઘટના બાદ વહિવટીતંત્ર દ્ઘા2ા શહે2માં તમામ જગ્યાએ અગ્નિશામક યંત્રો અને એનઓસી માટેની કાર્યવાહી હાથ ધ2વામાં આવી 2હી છે. કાયદાકીય કાર્યવાહીમાં તંત્રેને 2ાજકોટ ચેમ્બ2 ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી સંપુર્ણ સહયોગ આપે છે. પ2ંતુ વહિવટીતંત્ર દ્ઘા2ા શહે2માં તમામ જગ્યાએ ફાય2 દફહ તથા ખગ .ભ્ચ્?ય્((ય્:દ્ય કા2ણે સીલ મા2ી દેવામાં આવી 2હયા છે અને વેપા2-ઉદ્યોગકા2ોને ઘણી મુશ્કેલીઓ પડી 2હી છે. જેના અનુસંધાને 2ાજકોટ ચેમ્બ2 ઓફ કોમર્સ અન્ડ ઈન્ડસ્ટ્રીના નેજા હેઠળ વિવિધ એસોસીએશનો, વેપા2-ઉદ્યોગકા2ો-શાળા સંચાલકો-બેન્કો-હોસ્પિટલો-હોટલો-કલાસીસના પ્રતિનિધિશ્રીઓ ા2ા 2ાજકોટ મ્યુનિસિપલ કમિશ્ન2શ્રીને આજ2ોજ રૂબરૂ મળી જે જે સ્થળે સીલ મા2વામાં આવ્યા છે તે તાત્કાલીક ખોલી આપવા તેમજ ફાય2 સેફટી ઈન્સ્ટોલેશન અંગે તથા નિયમોમાં ઘણી વિસંગતતાઓ 2હેલ છે તેના માટે પુ2તો સમય આપી પ્રક્રિયાને વધુ સ2ળ ક2વા ભા2પૂર્વક 2જૂઆત ક2વામાં આવેલ. જેમા આશ2ે 2000 થી વધુ લોકો જોડાયેલ હતા.

2ાજકોટ ચેમ્બ2 ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવના અધ્યક્ષ્ા સ્થાને ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા, માનદ મંત્રી નૌતમભાઈ બા2સીયા, ટ્રેઝ22 વિનોદભાઈ કાછડીયા તેમજ અલગ અલગ સંસ્થાઓના આગેવાનો જેવા કે ડો. પ2સોતમભાઈ પીપળીયા, ડી.વી. મહેતા, ડો. લાલચંદા વગે2ે મ્યુનિસિપલ કમિશ્ન2ને વિવિધ પ્રશ્નોની ભા2પૂર્વક 2જુઆત ક2તા મ્યુનિસિપલ કમિશ્નરે જણાવેલ કે 2ાજય સ2કા2 તમામ મહાનગ2પાલિકાઓ સાથે ચર્ચા-વિમર્સ ક2ીને બે દિવસમાં એ.સો.પી. જાહે2 થઈ જશે. તેમજ શાળા સંચાલકોને ગુરૂવા2 સુધીમાં શાળા ખોલવા ખાત્રી આપેલ છે. આ 2જુઆતમાં ચેકિંગ દ2મ્યાન કનડગત બાબતે ભા2પૂર્વક 2જુઆત ક2તા કમિશ્ન2 દ્વારા ખાત્રી આપવામાં આવેલ છે કે કોઈપણ જાતનું ગે2વર્તન ક2વામાં નહી આવે તે બાબત ખાસ ધ્યાન 2ાખવામાં આવશે. સાથોસાથ તમામ વેપા2-ઉદ્યોગકા2ોએ ફાય2 એનઓસી તેમજ તેને સંલગ્ન તમામ નિયમોનું પાલન ક2વાની ખાત્રી આપેલ છે. 2ાજકોટ ચેમ્બ2 ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની આ 2જુઆત માત્ર પ્રક્રિયા સ2ળીક2ણ માટેની છે નહી કે કોઈ નિયમોમાં બાંધછોડ ક2વા નહીં.

કમિશનરે ઈમર્જન્સી બેઠક બોલાવી
શાળા સંચાલકો અને પ્લેહાઉસના સંચાલકો તથા બેન્ક અધિકારીઓએ આજે સીલીંગનો વિરોધ કરી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. જેના પગલે કમિશનરે અધિકારીઓ સાથે મીટીંગ યોજી સીલ થયેલી શાળાઓ પ્લેહાઉસ અને બેન્કોના સીલ ખોલવા માટે આ એકમોને અગ્રતા આપી ઝડપથી કાયવાહી કરવાની સૂચના આપી હતી. તેમજ હાલમાં સીલ થતી શાળાઓ અને પ્લેહાઉસની સીલીંગ માટે આવતી અરજીઓનો તુરંત નિકાલ કરવામાં આવે તેમ જણાવ્યું હતું.

ફાયર એનઓસી અને BU સર્ટિ. માટે 30 દિવસનો સમય આપો: કોંગ્રેસ

રાજકોટમાં ગેમ ઝોનની ઘટના બાદ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગેલી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલમાં આગ લાગે ત્યારે કુવો ખોદવાની માફક મનફાવે ત્યારે મન પડે ત્યારે સત્તાના જોરે પોલીસ અને વિજીલન્સના બંદોબસ્ત વચ્ચે શોપીંગ મોલ, કોમર્શીયલ સંકુલો, સ્કૂલો, દુકાનો જેવા અન્ય સ્થળોએ ધડાધડ સીલ મારી દેવામાં આવે છે. જે પગલે મિલ્કતધારકોને કોઈ પણ જાતનો સમય આપવામાં આવતો નથી. કયારેક તો સીલ મારી દે પરંતુ ડોકયુમેન્ટ અંદર રહી જાય છે એવું પણ બનવા પામે છે.

જોકે સલામતીના મુદે કોઈ બાંધછોડ ન કરાય તે બાબત વ્યાજબી અને ઉચીત જ છે એવું અમે પણ માનીએ છીએ. પરંતુ ફાયર એનઓસી અને બીયુ પરમીશનની ચેકીંગ ડ્રાઈવમાં આડેધડ ધડાધડ મન ફાવે તે પ્રકારે સીલો મારી વેપારીઓને અને મિલ્કત ધારકોને પરેશાન કરવામાં આવે છે. સીલ લગાવેલા તેમાના કેટલાક ઈમ્પેકટ ફી અંતર્ગત સ્કીમ હેઠળ અરજીઓ કરી છે જે અરજીઓ અંગે લાંબા સમયથી નિકાલ કર્યા વગર સીલ લગાવી દેવામાં આવે છે. દાદાગીરીથી સીલ લગાવી ધાક-ધમકી આપતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ફાયર સલામતીના કાયદાના ઓઠા તળે અવ્યવહારૂ અને જડતાપૂર્વકનું વલણ અપનાવવામાં આવે છે જે ગેરવ્યાજબી અને એક તરફી છે. સીલ મારતા પહેલા જે તે સ્કૂલ સંચાલકો કે બિલ્ડીંગના માલીકોને વેપાર ઉદ્યોગકારોને થતી હેરાનગતિ નિવારવા માટે રાજકોટ મહાનગરપાલીકા માર્ગદર્શીકા આપે અને નોટીસ આપી 30-દિવસમાં તમામ ફાયર એનઓસી અને બીયુ સર્ટીફીકેટ સહિતના સલામતિના સાધનોની પૂર્તતા માટેનો સમય આપવો જોઈએ અને ત્યારબાદ પણ જો સલામતીના સાધનો ન વસાવે તો સીલ લગાવવું જોઈએ. તેવી રજુઆત કોંગે્રસ દ્વારા મનપાને આવેદન પાઠવી કરી હતી.

ઉપરોકત રજુઆતને યોગ્ય જવાબ નહિ મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. તેમ ડો.હેમાંગભાઇ વસાવડા, હિતેશભાઇ વોરા, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, મેદાજીભાઇ રાઠોડ, ડી.પી. મકવાણા, જસવંતસિંહ ભટ્ટીએ ચિમકી ઉચ્ચાહી હતી.

શાળામાં સીલ ખોલવા બાબતે સંચાલકો દ્વારા સીએમને રજૂઆત
રાજકોટ અગ્નિકાંડમાં મનપા દ્વારા શાળાઓમાં સીલ મારવામાં આવ્યું છે અને ફાયર સેફટી નિયમની પુરી અમલવાી બાદ જ શાળાઓના સીલ ખોલવા મનપા દ્વારા સ્પષ્ટ સંભળાવી દેતા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આવેદનપત્ર પાઠવી વ્યવહારૂ ઉકેલ લાવવા રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવ્યું છે કે મોટાભાગની શૈક્ષણિક સંસ્થામાં નિયમ અનુસારનું બાંધકામ તથા ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં સીલીંગ કાર્યવાહી કરવામાં આવી છે અને સીલ યોગ્ય અને પર્યાપ્ત સુવિધા હોવા છતાં ફરી કાર્યરત કરવા માટે કોઇ યોગ્ય માર્ગદર્શિકા ન હોય જેથી તે સંબંધે યોગ્ય નિયમ નકકી કરવા જોઇએ.
તા.13મીથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે ત્યારે હજુ સુધી શાળામાં સિલિંગ નહીં ખુલતા લાખો વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડા થતા હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. અગાઉ સિલીંગની કાર્યવાહી દરમ્યાન તંત્ર દ્વારા નોટીસ પણ પાઠવવામાં આવી નથી કે કોઇપણ પુરાવા ધ્યાને લેવામાં આવ્યા નથી. આમ પ્રિન્સીપાલ ઓફ નેચરલ જસ્ટીસનો પણ ભંગ કરીને માત્ર કામગીરી બતાવવાના આશયથી જ અનઅધિકૃત રીતે સિલીંગ પ્રક્રિયા હાથ ધરેલ છે. જેથી છાત્રોના વિશાળ હિતમાં કામગીરી કરવામાં આવે.

સમય આપવા પ્લેહાઉસ અને બેન્ક સંચાલકોની રજૂઆત
મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 10 દિવસથી ફાયર સેફ્ટી અને બીયુ સર્ટી મુદ્દે ચેકીંગ કામગીરી હાથ ધરી એકમો સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 300થી વધુ એકમો સીલ થઈ ગયા બાદ શાળા તેમજ પ્લેહાઉસ બેન્કોના સંચાલકોનો વિરોધ હવે બહાર આવવા લાગ્યો છે. વેકેશન ખુલવાનું હોવાથી અને બેન્કની કામગીરી ખોરવાઈ ગયેલ હોય આજે શાળા સંચાલકો તથા પ્લેહાઉસના સંચાલકો અને બેન્કના અધિકારીઓએ કોર્પોરેશન ખાતે ધસી જઈને હલ્લાબોલ કરી સીલ ખોલવાની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવે તે અંગે મ્યુનિસિપલ કમિશનરને ઉગ્ર રજૂઆત કરી હતી.

મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી બેન્કના અધિકારીઓએ જણાવેલ કે, એક દિવસ બેન્ક બંધ રહે તો પણ કરોડો રૂપિયાના વ્યવહારો અટકી જતાં હોય છે. જેના લીધે હજારો વેપારી સહિતનાઓના કામ-ધંધામાં પણ મોટો ફટકો પડતો હોય છે. ત્યારે ફાયર એનઓસી અને બીયુ અંતર્ગત બેન્કો સીલ કરવામાં આવી રહી છે. તે તુરંત ખોલવામાં આવે અને લોકોને મુશ્કેલીઓ દૂર કરવામાં આવે આમ આજરોજ શાળા સંચાલકો અને પ્લેહાઉસના સંચાલકો તથા બેન્ક અધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનરને સીલ ખોલવાની કામગીરી ઝડપી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement