For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં સેમિકંડકટર પ્લાન્ટને છુટછાટો સામે કેન્દ્રીય મંત્રીએ ઉઠાવ્યા સવાલ

11:45 AM Jun 18, 2024 IST | Bhumika
ગુજરાતમાં સેમિકંડકટર પ્લાન્ટને છુટછાટો સામે કેન્દ્રીય મંત્રીએ ઉઠાવ્યા સવાલ
Advertisement

ઉદ્યોગમંત્રી કુમારસ્વામીએ કહ્યું, પાંચ હજાર નોકરી માટે ઇન્વેસ્ટમેન્ટના 70 ટકા સબસિડી આપવી કેટલી યોગ્ય? નાના ઉદ્યોગો લાખો નોકરી પેદા કરે છે, તેને શું મળ્યું

કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ ગુજરાતમાં એક વિદેશી કંપનીના રોકાણ અને સબસીડીને લઈને સવાલો કર્યાં છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, ભારતને અમેરિકાની સેમીકંડક્ટર કંપની માઈક્રોન ટેકનોલોજીના ઈન્વેસ્ટમેન્ટની જરૂૂર છે, જે ગુજરાતમાં 2.5 બિલિયન ડોલર યુનિટનું રોકાણ કરી રહી છે. આ કંપની ગુજરાતમાં દરેક નોકરી માટે 3.2 કરોડ રૂૂપિયા સરકાર પાસેથી સબસીડી લઈ રહી છે. કર્ણાટકમાં પાર્ટીના કાર્યકર્તાઓને એક ટેલિવિઝન લાઈવ સંબોધનમાં કંપનીનું નામ લઈને તેઓએ આ સવાલ કર્યા હતા. જોકે, એક દિવસ બાદ તેમણે રાજ્યના મામલે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી.

Advertisement

કુમાર સ્વામી મોદી સરકાર 3.0 માં મંત્રી બન્યા બાદ શુક્રવારે બેંગલુરુ પરત ફર્યા હતા. તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટથી લગભગ 5 હજાર નોકરીઓ પેદા થશે.તેના માટે આપણે 2 બિલિયન ડોલરની સબસીડી આપી રહ્યાં છીએ. જો તમે ગણતરી કરો, તો આ રકમ કંપનીના કુલ ઈન્વેસ્ટમેન્ટના 70 ટકા થાય છે.

કુમાર સ્વામીએ અધિકારીઓને સવાલ કર્યો કે, આટલું મોટું બજેટ આપવું કેટલું યોગ્ય કહેવાય. તેમણે આગળ કહ્યું કે, બીજી તરફ નાના ઉદ્યોગ છે. ઉદાહરણ તરીકે, પીનેયા (બેંગલુરુમાં એક ઔદ્યોગિક ક્ષેત્ર) માં નાનો ઉદ્યોગ છે. તેઓએ કેટલા લાખ નોકરી પેદા કરી છે. તેમને શું ફાયદો મળ્યો. હું આ વિશે વિચારી રહ્યો છું કે, દેશના ધનની રક્ષા કેવી રીતે કરું.

આ નિવેદન બાદ વિવાસ થતા બીજા જ દિવસે કુમાર સ્વામીએ ટ્વિટ કરીને કહ્યું કે, સેમિક્ધડક્ટર એક વ્યૂહાત્મક ઉદ્યોગ છે.ઈલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ માટે તે મૂળભૂત જરૂૂરિયાત છે. આ બંને ક્ષેત્રો ઘણી રોજગારી પેદા કરે છે. દ્વારા લેવામાં આવેલી સેમિક્ધડક્ટર સંબંધિત પહેલની હું ખૂબ પ્રશંસા કરું છું અને મારા મંત્રાલય દ્વારા તેમને પરિપૂર્ણ કરવા માટે કામ કરીશ.

પીએમ મોદી દ્વારા તેમને ઉદ્યોગ મંત્રાલય સોંપવા પર આભાર માનતા કુમારસ્વામીએ કહ્યું કે, તેઓ દેશના યુવાઓ માટે રોજગારની તક પેદા કરવા પર ધ્યાન આપશે. હું રાજ્યની બહાર નોકરીની તકોની સુવિધા પ્રદાન કરી શકું છું. તેના માટે તમારે બીજા રાજ્યમાં જવા માટે તૈયાર રહેવું પડશે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી, જેઓ પહેલીવાર કેન્દ્રીય મંત્રી બન્યા છે તેમણે કહ્યું કે, તેમને સિસ્ટમને સમજવા માટે લગભગ 15 દિવસની આવશ્યતા રહેશે.

23000 કરોડના પ્લાન્ટ સામે 17000 કરોડની સબસિડી: કોંગ્રેસ

કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ભાજપ સરકારની નીતિ ઘરના છોકરા ભૂખ્યા મરે ને પારકાના પેટ ભરે. સૌથી વધુ રોજગારી આપનાર ગુજરાતીઓ દ્વારા સંચાલિત ખજખઊ (મધ્યમ અને નાના ઉદ્યોગો ) ને સહાય પ્રોત્સાહન નહિ આપીને સતત અન્યાય અને ભેદભાવ કરવાનો, જ્યારે વિદેશી કંપની માઈક્રોટેક ને પ્રજાના ટેક્સના રૂૂપિયાથી સબસીડી રૂૂપે કરોડોની ખેરાત કેમ ? 1 નોકરી સામે 3.20 કરોડની સબસિડી કેમ? સમગ્ર દેશમાં ખજખઊનું બજેટ 23000 કરોડ એની સામે ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપનાર વિદેશી કંપનીને 17000 કરોડની માતબર સબસીડી શા માટે ?

Advertisement
Tags :
Advertisement
Advertisement