For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સલમાનના ઘર ઉપર ફાયરિંગ કરનાર બે શૂટર કચ્છમાંથી ઝડપાયા

12:59 PM Apr 16, 2024 IST | Bhumika
સલમાનના ઘર ઉપર ફાયરિંગ કરનાર બે શૂટર કચ્છમાંથી ઝડપાયા
  • બિશ્ર્નોઈ ગેંગે રૂા.60 હજારની સોપારી આપી માલામાલ કરી દેવાની લાલચ આપતા સલમાનના ઘર ઉપર ચાર ભડાકા કરી દીધા

મુંબઈમાં ફિલ્મસ્ટાર સલમાન ખાનના ઘર ઉપર ફાયરીંગ કરવામાં આવ્યા હતા આ ઘટનાની મુંબઈ ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપાયા બાદ બિશ્ર્નોઈ ગેંગે ફિલ્મસ્ટારના ઘર ઉપર ફાયરીંગ કરાવ્યા હોવાની જવાબદારી સ્વીકારી હતી બીજી બાજુ પોલીસે શાપશુટરોનું પગેરુ દબાવતા બન્ને શુટરો કચ્છ તરફ નાશી છુટ્યા હોવાની માહીતી મળી હતી જેના આધારે એલસીબીએ માતાના મઢ પાસેથી બિશ્ર્નોઈ ગેંગના બે શાપશુટરોની ધરપકડ કરી મુંબઈ ક્રાઈમ બ્રાંચના હવાલે કરી દીધા હતા.

Advertisement

મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર બંને આરોપીઓની ભુજમાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે માતાના મઢ પાસેથી મુંબઈ પોલીસે આપીલ માહિતીના આધારે ભૂજ એલસીબી પીઆઈ સંદિપસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે મુળ બિહારના ચાપાનેર જિલ્લાના વતની વિકિ સાહેબ સાબ ગુપ્તા ઉ.વ.24 અને સાગર શ્રી જોગેન્દ્રપાલ ઉ.વ.21ની ધરપકડ કરી હતી અને મુંબઈ પોલીસના હવાલે કર્યા છે.

આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોડી રાત્રે આ મોટી સફળતા મળી છે. સમાચાર અનુસાર, ગુજરાત પોલીસની ટીમે પશ્ચિમ કચ્છમાંથી બંનેની ધરપકડની પુષ્ટિ કરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ મંગળવારે સવારે બંને આરોપીઓને લઈને રવાના થશે. બંનેની મુંબઈમાં પૂછપરછ કરવામાં આવશે. રવિવારે સલમાનના ઘરની બહાર બાઇક સવાર બે લોકોએ ગોળીબાર કર્યો હતો. આ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલા લોકોના નામ પણ સામે આવ્યા છે.

Advertisement

સલમાન ખાન સાથે સંબંધિત અન્ય એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, શૂટરોએ થોડા દિવસો પહેલા બાંદ્રામાં સલમાનના રહેઠાણ ગેલેક્સી એપાર્ટમેન્ટની રેકી કરી હતી. પોલીસને શંકા છે કે અનમોલે ફેસબુક પોસ્ટ કરવા માટે વીપીએનનો ઉપયોગ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, સલમાન ખાનના ઘરે ફાયરિંગની જવાબદારી સ્વીકારતી ધમકીભરી ફેસબુક પોસ્ટ પોર્ટુગલના ગેંગસ્ટર લોરેન્સના ભાઈ અનમોલે કરી હતી.

બિશ્નોઈએ અગાઉ પણ સલમાનને કથિત રીતે ધમકી આપી હતી. જે બાદ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સોમવારે ફાયરિંગ કેસમાં વિશાલ ઉર્ફે કાલુનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું. કાલુ હરિયાણાના ગુરુગ્રામનો રહેવાસી છે, તે રોહતક પોલીસની વોન્ટેડ લિસ્ટમાં સામેલ છે. કાલુ લોરેન્સ ગેંગનો શૂટર છે અને તેનું નામ હરિયાણાના રોહતકમાં ભંગારના વેપારીની હત્યા બાદ ચર્ચામાં આવ્યું હતું. લોરેન્સે રાજસ્થાનના જોધપુર સાથે જોડાયેલા કાળા હરણ શિકાર કેસમાં સલમાનને માફી માંગવા નહીંતર પરિણામ ભોગવવાની ધમકી આપી છે. તેઓ પોતાને એક એવી વ્યક્તિ તરીકે વર્ણવે છે જે બિશ્નોઈ સમુદાયના પક્ષમાં અવાજ ઉઠાવે છે.

સમગ્ર મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ આ મામલાની તપાસ કરી રહી છે. સોમવારે ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સીસીટીવી ફૂટેજમાંથી લીધેલી તસવીર જાહેર કરી હતી. ફોટામાં, આરોપીને કેપ પહેરીને અને ખભા પર બેગ લઈને જોઈ શકાય છે. ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપતા પહેલા, બાંદ્રા પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય દંડ સંહિતા અને આર્મ્સ એક્ટની કલમ 307 હેઠળ અજ્ઞાત વ્યક્તિથ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. રવિવારે ફાયરિંગ પહેલા સલમાનને મળેલી ધમકીઓને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ મુંબઈ પોલીસ કમિશનર સાથે વાત કરી અને સુરક્ષા વધારવાનો નિર્દેશ આપ્યો.

પોલીસના સકંજામાં સપડાયેલ બિશ્ર્નોઈ ગેંગના બે શાપશુટરોની એલસીબીએ આગવીઢબે પુછપરછ કરતા લોરેન્સ બિશ્ર્નોઈના ભાઈ અનમોલે ફિલ્મસ્ટાર સલમાનખાનના ઘર ઉપર ભય ભેલાવવા ફાયરીંગ કરવાની ટીપ આપી હતી અને 60 હજાર રૂપિયા રોકડા અને હથિયાર પણ આપ્યા બાદ બન્ને શખ્સો મુંબઈ પહોંચ્યા હતા અને સલમાન ખાનના ઘર ઉપર ફાયરીંગ કરી કચ્છમાં નાશી ગયા હતા.

વધુમાં જણાવ્યા પ્રમાણે બન્ને શાપશુટરોએ સુરત નજીક ગુનામાં વપરાયેલ હથિયાર ફેેંકી દીધું હોવાની કબુલાત આપી છે જ્યારે કચ્છમાં લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગ દ્વારા બાકીની રકમ અને મોબાઈલ સહિતની સુવિધા આજે આપવાના હતા પરંતુ તે પહેલા જ પોલીસે બન્ને આરોપીને દબોચી લીધા હતાં. બન્ને બિહારી શુટરોને માલામાલ કરી દેવાનું કહી ફિલ્મસ્ટારના ઘર ઉપર ફાયરીંગ કરાવ્યું હોવાનું બહાર આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement