For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રોડ ઉપર ધસી પડેલું વૃક્ષ ત્રણ દિવસથી દૂર નહીં કરાતા યુવાનનો ભોગ લેવાયો

03:22 PM May 20, 2024 IST | Bhumika
રોડ ઉપર ધસી પડેલું વૃક્ષ ત્રણ દિવસથી દૂર નહીં કરાતા યુવાનનો ભોગ લેવાયો
Advertisement

ગોંડલ-દેવચડી રોડ ઉપર વૃક્ષ સાથે બાઇક અથડાતાં ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

ગોંડલ-દેવચડી રોટ ઉપર ત્રણ દિવસ પહેલા ભારે પવનના કારણે ધસી પડેલ વૃક્ષના કારણે અકસમાત સર્જાતા ઘરના આધાર સ્થંભ સમાન યુવાનનું કરૂણ મૃત્યુ નિપજયું હતુ.

Advertisement

ત્રણ દિવસથી રોટ ઉપર વૃક્ષ પડેલુ હોવા છતા તંત્રએ દૂર નહીં કરતા આ જીવદેણ અકસ્માત સર્જાતા તંત્ર સામે રોષની લાગણી ફેલાયેલ છે. ગોંડલ તાલુકાના દેવચડી બાંદરા ગામની વચ્ચે રોડ પર મોડી રાત્રીના અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં બાંદરા દેવચડી રોડ પર 2 દિવસ પહેલા આવેલ વાવાઝોડામાં પીપળનું વૃક્ષ ધરાશાયી થયું હતું જે તંત્ર દ્વારા હટાવવામાં આવ્યુ ન હતું. તંત્રના વાંકે 3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. મૃતક બીપીનભાઈ કાળુભાઇ દાફડા ઉ.વ.38 બાંદરા ગામેથી કડીયા કામ કરી પરત પોતાના ઘરે દેવચડી જતા સમયે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની જાણ 108 એમ્બ્યુલન્સને થતાજ ઘટના સ્થળે પહોંચી હતી. સારવાર મળે તે પહેલાં જ દમ તોડ્યો હતો. મૃતકના મૃતદેહને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક બીપીનભાઈ કડીયા કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે અને પરિવારજનોમાં પત્ની 2 દીકરી અને 1 દીકરો હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement