For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તસ્કરોએ ગોવાળના હાથ-પગ ભાંગી નાખ્યા

12:15 PM Jun 14, 2024 IST | Bhumika
તસ્કરોએ ગોવાળના હાથ પગ ભાંગી નાખ્યા
Advertisement

મોરબીના નીચી માંડલ ગામની સીમમાં બનેલી ઘટના, તસ્કરોનો પ્રતિકાર કરતાં હુમલો કરી 400 ફૂટ કેબલ ઉઠાવી ગયા

મોરબી તાલુકાના નીચી માંડલ ગામે માલઢોર ચરાવતા પરપ્રાંતિય ગોવાળ રાત્રીના સમયે માલઢોર ચરાવી વાડીએ પરત ફર્યો હતો ત્યારે વાડીમાં તસ્કરો વાયરની ચોરી કરતા હતાં. ગોવાળે તસ્કરોને પ્રતિકાર કરતા ચાર તસ્કરોએ ગોવાળ ઉપર હુમલો કરી હાથ-પગભાંગી નાખ્યા હતા અને 400 ફૂટ વાયરની ચોરી કરી ગયા હતાં. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ગોવાળનું સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

Advertisement

આ બનાવ અગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ ઝારખંડના વતની અને હાલ મોરબીના નીચી માંડલ ગામે રહેતા સિકંદર લખનભાઈ કતાર નામનો 38 વર્ષનો યુવાન નિમુભાઈ ભરવાડની વાડીએ હતો ત્યારે રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં ચાર અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે મારમાર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનેતાત્કાલીક સારવાર માટે મોરબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથિમિક પુછપરછમાં સિકંદર કતાર મુળ ઝારખંડનો વતની છે અને છેલ્લા 8 વર્ષથી નીચી માંડલ ગામે રહે છે અને હાલ પોતે એકલવાયું જીવન જીવી રહ્યો છે. સિકંદર કતાર નીમુભાઈ ભરવાડની વાડીએ રહી તેમના માલઢોર ચરાવે છે. બે દિવસ પૂર્વે તે માલઢોર ચરાવી રાત્રીના વાડીએ આવ્યો હતો ત્યારે ચાર તસ્કરો વાડીમાં રહેલા વાયરની ચોરી કરતા હતાં.

સિકંદર કતારે તસ્કરોને પકડવાની કોશીષ કરી હતી. જ્યારે ચારેય તસ્કરોએ સિકંદર કતારને મોઢે રુમાલ બાંધી ધોકા વડે માર મારી હાથપગ ભાંગી નાખ્યા હતા અને ઈજાગ્રસ્ત ગોવાળની નજર સામે જ 400 ફૂટ વાયરની ચોરી કરી નાશી છુટ્યયા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement