For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોરથી વિશ્વ પર આર્થિક સંકટના ઓછાયા

11:27 AM May 15, 2024 IST | Bhumika
અમેરિકા ચીન વચ્ચે ટ્રેડ વોરથી વિશ્વ પર આર્થિક સંકટના ઓછાયા
Advertisement

પ્રમુખ બાઇડેને ચીનથી આયાત થતાં માલસામાન પર 100 ટકા સુધી આયાતજકાત લાદી: ઇલેક્ટ્રિક વાહનો, સોલાર પેનલને પણ આવરી લેવાયા: ડ્રેગનની આકરી પ્રતિક્રિયા

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ચીનથી આયાત થતા સામાન પર 100 ટકા સુધીનો આયાત કર લાદ્યો છે. આ વિવિધ કેટેગરીમાં અલગ-અલગ છે. આનાથી જ્યાં ચીન માટે એક નવો પડકાર ઉભો થયો છે. તે સાથે જ ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર ફરીથી ઉભું થશે તે માટેનો વિશ્વ માટે ડર પણ ઊંડો બન્યો છે. જેના કારણે પહેલાથી જ યુદ્ધ અને અસ્થિરતાના સંકટનો સામનો કરી રહેલી દુનિયા માટે નવા આર્થિક સંકટનું જોખમ પણ વધી ગયું છે.
અમેરિકામાં આ વર્ષના અંત સુધીમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને ચીન પ્રત્યેની પોતાની દુશ્મનાવટને સાકાર કરીને ચીનથી અમેરિકા પહોંચતા વિવિધ સામાન પર ટેક્સ રેટ વધારી દીધો છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પડથ પર એક પોસ્ટમાં પણ આ વિશે માહિતી આપી હતી.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના પોસ્ટ અનુસાર હવેથી ચીનથી આયાત થતા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25 ટકા ટેક્સ લાગશે. જ્યારે સેમિક્ધડક્ટર 50 ટકા ટેક્સ સાથે અમેરિકા પહોંચશે. જ્યારે ઇલેક્ટ્રિક વાહનો પર 100 ટકા ટેક્સ અને સોલાર પેનલ પર 50 ટકા ટેક્સ લાગશે. અમેરિકાના નિર્ણયનો પ્રત્યાઘાત આપતા ચીને પોતાના હિતોનું રક્ષણ કરવા પ્રતિજ્ઞા લઇ ચેતવણી આપી છે કે વેપાર અવરોધો બે આર્થિક મહાસતાઓ વચ્ચેના વ્યાપક સંબંધોને અસર કરશે.

Advertisement

જો બાઈડેને સ્પષ્ટ કર્યું કે, ચીન આ ક્ષેત્રોમાં સતત વર્ચસ્વ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે તે ઈચ્છે છે કે અમેરિકા હંમેશા આ ક્ષેત્રોમાં આગળ રહે અને વિશ્વનું નેતૃત્વ કરે. નોંધપાત્ર છે કે ચીનના માલસામાનમાં વૈશ્ર્વિક વેપાર પુરાંત તાજેતરનાં વર્ષોમાં વધી 1 લાખ કરોડ ડોલર પહોંચી છે. જેથી અમેરિકા અને યુએસ સામે તણાવ સર્જાયો છે.

જો બાઈડેનના આ પગલા બાદ દુનિયા ફરી એકવાર અમેરિકા-ચીન વચ્ચે નવા વેપાર યુદ્ધનો ખતરો અનુભવી રહી છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં સત્તા પર હતા ત્યારે વિશ્વને બંને વચ્ચે વેપાર યુદ્ધનો સામનો કરવો પડ્યો હતો. ટ્રેડ વોરનું પરિણામ હતું કે, અમેરિકામાં ઝશસઝજ્ઞસની હાલત ખરાબ થઈ ગઈ હતી. જો કે બાદમાં સરકાર બદલાયા બાદ પરિસ્થિતિ સુધરવા લાગી હતી.

હાલમાં વિશ્વ પહેલેથી જ રશિયા-યુક્રેન યુદ્ધ, ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેનું યુદ્ધ કોવિડ પછીની અસરો અને પશ્ચિમ એશિયામાં સંકટ સાથે સંઘર્ષ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં અમેરિકા અને ચીન વચ્ચેના નવા ટ્રેડ વોરથી વિશ્વની આર્થિક મુશ્કેલીઓ વધી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement