For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિશ્ર્વના સૌથી કદરૂપા ડોગીનો ખિતાબ વાઇલ્ડ થેન્ગના નામે

01:30 PM Jun 28, 2024 IST | admin
વિશ્ર્વના સૌથી કદરૂપા ડોગીનો ખિતાબ વાઇલ્ડ થેન્ગના નામે
Advertisement

50 વર્ષથી આ સ્પર્ધા કેલિફોર્નિયામાં યોજાય છે

પોતાના બાળકની જેમ પાળેલા ડોગીને હાથમાં રાખનારા માલિકોની સંખ્યા હવે નાનીસૂની નથી રહી. ડોગીને ટ્રેઇન કરવા, સુંદર રીતે સજાવવા, તેને લાડ લડાવવા માટેના તો અનેક કાર્યક્રમ અને કોમ્પિટિશન થતી હોય એ સ્વાભાવિક છે, પરંતુ કેલિફોર્નિયામાં વિશ્વના સૌથી કદરૂૂપા શ્વાનની શોધ માટેની સ્પર્ધા પણ થાય છે. લોકો એમાં પણ હોંશે-હોંશે ભાગ લે છે. તાજેતરમાં યોજાયેલી સ્પર્ધામાં 8 વર્ષનો વાઇલ્ડ થેન્ગ નામનો ડોગી ટાઇટલ જીત્યો છે.
લોસ ઍન્જલસમાં જન્મેલો વાઇલ્ડ થેન્ગ જ્યારે જસ્ટ 10 જ વીકનો હતો ત્યારે તેને ચેપ લાગ્યો હતો. એને કારણે તેના વાળ અને ચામડી ખરાબ થઈ ગયાં હતાં. એ રોગને કારણે જે એના દાંત પણ બરાબર વિકસ્યા નહોતા. એને કારણે તેની જીભ થોડી બહાર લટકેલી રહે છે. એક પગમાં મસલ્સની તકલીફ હોવાથી ચાલવામાં પણ અસંતુલિત છે. આટલી તકલીફો હોવા છતાં આ ડોગીભાઈ હેપી અને હસતો રહે છે.

Advertisement

આ ટાઇટલ અપાવવા માટે તેની માલિકણે છેલ્લાં પાંચ વર્ષ સુધી મહેનત કરી છે. પાંચ વર્ષથી તે આ સ્પર્ધામાં ભાગ લેતો હતો, પણ આખરે આ વર્ષે એનું નસીબ ચમક્યું અને એને સૌથી કદરૂૂપા ડોગનો ખિતાબ આખરે મળ્યો. છેલ્લાં 50 વર્ષથી વિશ્વના કદરૂૂપા ડોગીઝ માટેની સ્પર્ધા થાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement