For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાર્ક ટેન્ક ઇન્ડિયાની ત્રીજી સિઝનનો સોમવારથી પ્રારંભ, નવા છ જજીસ

01:08 PM Jan 20, 2024 IST | Bhumika
શાર્ક ટેન્ક ઇન્ડિયાની ત્રીજી સિઝનનો સોમવારથી પ્રારંભ  નવા છ જજીસ

નવા શર્ક ઇન્ડિયાની ત્રીજી સિઝન શરૂૂ થવા જઈ રહી છે. એકવાર ફરી લોકોને મોટા મોટા કરોડપતિ બિઝનેસ ટાયકૂન સમક્ષ પોતાના બિઝનેસ આઇડિયા રજૂ કરવાની તક મળશે. શાર્ક ટેન્ક ઈન્ડિયાની નવી સીઝન ટેલિકાસ્ટ થાય તે પહેલા જાણવું રસપ્રદ બની રહેશે કે શો ક્યારે શરૂૂ થઈ રહ્યો છે અને આ સિઝનમાં કોણ નવા જજીસ આવી રહ્યા છે.

Advertisement

શાર્ક ટેન્ક ઇન્ડિયાની ત્રીજી સિઝન 22 જાન્યુઆરીથી સોની ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ સિઝનમાં 6 નવા જજ જોડાવા જઈ રહ્યા છે. નવા જજીસમાં અઝહર ઈકબાલ, દીપેન્દ્ર ગોયલ, વરુણ દુઆ, રોની સ્ક્રુવાલા, રાધિકા ગુપ્તા અને રિતેશ અગ્રવાલ જેવી હસ્તીઓના નામ સામેલ છે. એટલે કે, શાર્ક ટેન્ક ઈન્ડિયાની પેનલમાં 12 જજ, જેમાં ગત સિઝનના જજ પણ સામેલ છે, તેઓ ઉદ્યોગસાહસિકોને બિઝનેસ કરવાની સાચી રીત જણાવીને મદદ કરતા જોવા મળશે.

શાર્ક ટેન્ક ઈન્ડિયાની ગત સિઝનમાં સહ-સ્થાપક અને સીએમઓ અમન ગુપ્તા, કાર દેખો ગૃ્રપ અને ઈંક્ષતીફિક્ષભય ઉયસવજ્ઞ.ભજ્ઞળના સીઈઓ અને સહ-સ્થાપક અમિત જૈન, શાદી.કોમ - પીપલ ગ્રુપના સ્થાપક અને સીઈઓ અનુપમ મિત્તલ, ઊળભીયિ ઙવફળિફભયીશિંભફહત કમિં ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મિતા થાપર, સુગર કોસ્મેટિક્સના સહ-સ્થાપક અને સીઇઓ વિનીતા સિંઘ, અને કયક્ષતસફિિ.ંભજ્ઞળ ના સહ-સ્થાપક અને સીઇઓ પિયુષ બંસલ જજ તરીકે જોવા મળ્યા હતા.

Advertisement

આ વખતે શોના જજીસ તરીકે ફિલ્મ પ્રોડ્યુસર અને ઉદ્યોગપતિ રોની સ્ક્રુવાલા, ઓયો રૂૂમ્સના સ્થાપક અને સીઈઓ રિતેશ અગ્રવાલ, ઝોમેટોના સ્થાપક અને સીઈઓ દીપેન્દ્ર ગોયલ, ઈનશોર્ટ્સના સહ-સ્થાપક અને સીઈઓ અઝહર ઈકબાલ, એડલવાઈસ મ્યુચ્યુઅલ ફંડના એમડી અને સીઇઓ રાધિકા ગુપ્તા અને અઈઊંઘના સ્થાપક અને સીઇઓ વરુણ દુઆ પણ જોવા મળશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement