For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચાંદીના વેપારીના 3 લાખના પાર્સલની ચોરી

05:40 PM Jun 07, 2024 IST | Bhumika
ચાંદીના વેપારીના 3 લાખના પાર્સલની ચોરી
Advertisement

રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં બનેલો બનાવ ચોરી કરનાર ત્રણ શખ્સો પોલીસ સકંજામાં

રાજકોટ ભાગોળે અમદાવાદ હાઈવે પર આવેલા રૂડા ટ્રાન્સપોર્ટ નગરમાંથી રાજકોટના ચાંદીના વેપારીના રૂપિયા 3 લાખના ચાંદીના પાર્સલની ચોરીની ઘટના બની હતી. જેમાં પોલીસને આ મામલે જાણ કરવામાં આવતાં સીસીટીવી ફુટેજના આધારે આ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે અને આ મામલે ટ્રાન્સપોર્ટના ત્રણ કર્મચારીઓને પોલીસે સકંજામાં લઈ પુછપરછ કરતાં ચોરીની કબૂલાત આપી છે. આ મામલે હવે પોલીસ વિધીવત ગુનો નોંધે તેવી શકયતા છે. ટ્રાન્સપોર્ટનગરમાં આવેલા એક ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મચારીઓએ જ આ ચોરીને અંજામ આપ્યું હોવાનું જાણવા મળતાં ચકચાર જાગી છે.

Advertisement

સમગ્ર બનાવની મળતી વિગતો મુજબ, રાજકોટનાં સામાકાંઠે ચાંદીના વેપારી જેઓ અવારનવાર રાજકોટનાં અમદાવાદ-હાઈવે પર આવેલા ટ્રાન્સપોર્ટનગરના એક ટ્રાન્સપોર્ટમાંથી ચાંદીના પાર્સલ અમદાવાદ અને અન્ય રાજ્યોમાં મોકલતા હોય થોડા દિવસો પૂર્વે સામાકાંઠાના આ વેપારીએ આશરે 12 લાખના ચાંદીના ચાર પાર્સલ આ ટ્રાન્સપોર્ટ મારફતે અમદાવાદનીએક પઢીમાં મોકલ્યા હતાં. ચાંદીના વેપારીએ જે પેઢીને આ 12 લાખના પાર્સલ મોકલ્યા તે પેઢીમાં ચારની બદલે માત્ર ત્રણ જ પાર્સલ પહોંચ્યા હોય પાછળથી એક પાર્સલ કદાચ મોકલવામાં આવશે તેવું માની રાજકોટની પેઢીએ બે દિવસ સુધી રાહ જોયા બાદ ચોથુ પાર્સલ નહીં આવતાં પ્રથમ અમદાવાદનાં જે ટ્રાન્સપોર્ટમાં રાજકોટથી ચાંદીના પાર્સલની ડીલેવરી આવી હતી તેનો સંપર્ક કર્યો હતો. આ ટ્રાન્સપોર્ટરે અમદાવાદથી ત્રણ જ પાર્સલની ડીલેવરી થયાનું જણાવ્યું હતું.

અમદાવાદની જે પેઢીએ ચાંદીના ચાર પાર્સલ મંગાવ્યા હતાં તેમણે ત્રણ પાર્સલ મળતાં રાજકોટનાં વેપારીનો સંપર્ક કર્યો હતો. ત્રણ પાર્સલ મળ્યાની વાતથી ચાંદીના વેપારી પણ ચોંકી ગયા હતાં. કારણ કે તેમણે 12 લાખના ચાર પાર્સલ રૂડા ટ્રાન્સપોર્ટનગરના ટ્રાન્સપોર્ટમાંથી બુક કરાવ્યા હતાં અને મોકલ્યા હતાં. આ મામલે જ્યારે ચાંદીના વેપારીએ ખરાઈ કરવા માટે જે ટ્રાન્સપોર્ટ મારફતે ચાંદીના ચાર પાર્સલ બુક કરાવવામાં આવ્યા હતાં ત્યાં પહોંચ્યા હતાં અને સમગ્ર બાબતે ટ્રાન્સપોર્ટરને વાકેફ કરતાં ટ્રાન્સપોેર્ટરે ચાર પાર્સલનું બુકીંગ થયું હોય અને તે જ પાર્સલ અમદાવાદ રવાના કર્યાનું જણાવ્યું હતું. બે દિવસ સુધી ચાલેલી રકજક બાદ મામલો કુવાડવા પોલીસ મથકમાં પહોંચ્યો હતો.

પાર્સલની ચોરી થયાનું માનીને કુવાડવા પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી. પ્રારંભીક તપાસમાં ટ્રાન્સપોર્ટના સીસીટીવી કેમેરા તપાસ્યા હતાં. જેમાં ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતાં કર્મચારીઓની પણ ઉલટ પુછપરછ કરી હતી. આ ઘટનામાં રૂડા ટ્રાન્સપોર્ટનગરના જે ટ્રાન્સપોર્ટમાંથી પાર્સલ મોકલવામાં આવ્યા તેના ત્રણ કર્મચારીઓ શંકાના પરીઘમાં આવતાં કુવાડવા પોલીસે ત્રણેયને સકંજામાં લઈ પુછપરછ કરતાં આ ત્રિપુટીએ ત્રણ લાખની કિંમતના એક પાર્સલની ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. કુવાડવા પોલીસે ત્રણેય પાસેથી ચોરાઉ આશરે 3 લાખની કિંમતના ચાંદીના પાર્સલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement