For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાધના કોલોનીમાં જર્જરિત ફલેટ ખાલી કરવા તંત્ર દ્વારા સૂચના અપાઈ

01:19 PM Jun 08, 2024 IST | Bhumika
સાધના કોલોનીમાં જર્જરિત ફલેટ ખાલી કરવા તંત્ર દ્વારા સૂચના અપાઈ
Advertisement

જામનગરમાં સાધના કોલોની માં જર્જરિત મકાનો ગમે ત્યારે તૂટી પડે તો માનવહાની પહોંચી શકે તેમ છે. આથી આજે એસ્ટેટ શાખા અને હાઉસીંગ બોર્ડના અધિકારીની ટુકડી ત્યાં પહોંચી હતી અને મકાનનો વપરાશ બંધ કરી અન્ય સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરી જવા સુચના આપી હતી. આ સમયે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. જો કે રહેવાસીઓએ પણ ભારે હોબાળો મચાવ્યો હતો અને વૈકલ્પિક વ્યવસ્થા આપો તો જ અન્ય સ્થળે જવા તૈયારી બતાવી હતી. ખાખરે એક સપ્તાહનો વધુ સમય અપાતાં સ્થાનિક રહેવાસીએ એક સપ્તાહ દરમિયાનમાં મકાન ખાલી કરવા સહમતી દર્શાવી હતી. દરમિયાન આવતીકાલે સવારે જામનગર મહાનગરપાલિકા દ્વારા બે અતિ જર્જરીત બિલ્ડીંગ કે જે હાલમાં ખાલી કરી દેવાયા છે, તેનું આવતીકાલે સવારથી ડિમોલેશન કાર્ય શરૂૂ કરી લેવામાં આવશે. વીજતંત્ર દ્વારા વિજ મિત્ર કાઢી લેવાયા છે, જ્યારે મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે સવારમાં નળ જોડાણ કટ કરી નાખ્યા પછી બિલ્ડીંગ ડિમોલેસન કાર્ય હાથ ધરાશે, જે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement