For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુપ્રીમ કોર્ટ પોતાને વધુ ‘સુપ્રીમ’ ગણે છે; પંજાબ-હરિયાણા હાઇકોર્ટના જજની ટીપ્પણીથી વિવાદ

11:10 AM Aug 07, 2024 IST | Bhumika
સુપ્રીમ કોર્ટ પોતાને વધુ ‘સુપ્રીમ’ ગણે છે  પંજાબ હરિયાણા હાઇકોર્ટના જજની ટીપ્પણીથી વિવાદ
Advertisement

પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચ સુપ્રીમ કોર્ટ સામે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ન્યાયાધીશની ટીકાત્મક ટિપ્પણી પર સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે આ મામલાની નોંધ લીધી છે. બુધવારે આ અંગે સુનાવણી થશે.

સુપ્રીમ કોર્ટે મંગળવારે હાઇકોર્ટના ન્યાયાધીશની ટિપ્પણીથી સર્જાયેલી અસામાન્ય પરિસ્થિતિની સુનાવણી માટે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતામાં બંધારણીય બેંચની રચના કરી હતી. આ બેંચમાં જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હૃષિકેશ રોય પણ સામેલ હશે.

Advertisement

હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ રાજવીર સેહરાવતે સુપ્રીમ કોર્ટના એ મતને ફગાવી દીધો હતો કે તે હાઈકોર્ટ કરતા બંધારણીય રીતે શ્રેષ્ઠ છે. 17 જુલાઈના આદેશમાં, જસ્ટિસ સેહરાવતે હાઈકોર્ટ દ્વારા શરૂૂ કરાયેલી તિરસ્કારની કાર્યવાહીમાં સ્ટે ઓર્ડર આપવા બદલ સુપ્રીમ કોર્ટની ટીકા કરી હતી અને સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપના અધિકાર પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ઓર્ડરમાં સુપ્રિમ કોર્ટ પોતાને સુપ્રિમ માને છે તેવું જણાવ્યું હતું.
હાઈકોર્ટના જજે આદેશમાં લખ્યું હતું કે, જો મનોવૈજ્ઞાનિક સ્તરે જોવામાં આવે તો આ પ્રકારનો આદેશ મુખ્યત્વે બે પરિબળોથી પ્રેરિત છે. પ્રથમ, આવા હુકમના પરિણામની જવાબદારી લેવાનું ટાળવાનું વલણ. બીજું, સર્વોચ્ચ અદાલતને તે વાસ્તવમાં છે તેના કરતાં વધુ સર્વોચ્ચ અને હાઈકોર્ટને બંધારણીય રીતે તેના કરતાં ઓછી સર્વોચ્ચ માનવાની વૃત્તિ.

Advertisement
Tags :
Advertisement
Advertisement