For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શેરબજાર-રિયલ્ટી માર્કેટનો પરપોટો ફૂટશે, ભયાનક મંદીની આગાહી

05:12 PM Jun 11, 2024 IST | Bhumika
શેરબજાર રિયલ્ટી માર્કેટનો પરપોટો ફૂટશે  ભયાનક મંદીની આગાહી
Advertisement

દુનિયાભરના શેરબજારોમાં હાલમાં ઉત્સાહનું વાતાવરણ છે અને દોઢ દાયકા અગાઉ આવેલી મંદીને લોકો ભૂલી ગયા હોય તેવું લાગે છે.પરંતુ અમેરિકાના એક ટોચના ઈકોનોમિસ્ટે ચેતવણી આપી છે કે માર્કેટમાં 2008 કરતા પણ મોટો ઘટાડો આવશે. 2024માં જે સ્થિતિ છે તે 2025માં સાવ બદલાઈ જશે અને ઈન્વેસ્ટરો કરોડો ડોલરની ખોટ સહન કરશે એવું હેરી ડેન્ટ નામના ઈકોનોમિસ્ટ કહે છે.

હેરી ડેન્ટની વાતને એટલા માટે ગંભીરતાથી લેવામાં આવે છે કારણ કે ભૂતકાળમાં તેમણે માર્કેટ વિશે જે આગાહીઓ કરી હતી તે સાચી સાબિત થઈ હતી.હેરી કહે છે કે બધી જગ્યાએ અત્યારે બબલ એટલે કે પરપોટાની સ્થિતિ છે અને તે ફૂટશે ત્યારે તળિયું પણ નહીં મળે. તેમણે ચોખ્ખી ચેતવણી આપી છે કે મહામંદી કરતા પણ મોટો ક્રેશ આવી શકે છે.

Advertisement

તેઓ કહે છે કે 1925થી 1929 સુધી દુનિયાના બજારમાં એક નેચરલ બબલ જેવી સ્થિતિ સર્જાઈ હતી. તેની પાછળ કોઈ સ્ટીમ્યુલસ ન હતું. પરંતુ હવે જે આવશે તે નવું હશે અને અલગ હશે. તેના જેવું અગાઉ ક્યારેય નથી બન્યું. તમને હેંગઓવર હોય તો તેમાંથી રાહત માટે તમે શું કરો છો. તમે વધુ ડ્રિંક લેવા લાગો છો. અત્યારે પણ એવું જ થઈ રહ્યું છે. તતઈકોનોમીમાં તમે સતત મૂડી ઠાલવતા રહો તેના કારણે લાંબા ગાળા સુધી તંત્ર તો ચાલતું રહેશે. પરંતુ આ પરપોટો ફૂટે ત્યારે શું થાય છે તે જોવાનું રહે છે.

હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ સાથે સંકળાયેલા ઈકોનોમિસ્ટ હેરી ડેન્ટ કહે છે કે કોઈ પણ માર્કેટમાં મોટા ભાગના બબલ પાંચથી છ વર્ષ સુધી ટકે છે. પરંતુ અત્યારે બજારમાં જે પરપોટો સર્જાયો છે તે 14 વર્ષથી મોટો થતો જ જાય છે. તેથી હવે જ્યારે તે તૂટશે ત્યારે 2008 કરતા પણ મોટો કડાકો હશે.2007-08ની નાણાકીય કટોકટી વખતે મોટી બેન્કો તૂટી પડી હતી અને નાણાકીય તંત્ર હચમચી ગયું હતું. આ વખતે તેનાથી પણ મોટી ઉથલપાથલ થઈ શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement