For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સમૃદ્ધ ગુજરાતની વરવી વાસ્તવિકતા, 82 ટકા પરિવારો પાસ 'AC' નથી

05:16 PM Jun 03, 2024 IST | Bhumika
સમૃદ્ધ ગુજરાતની વરવી વાસ્તવિકતા  82 ટકા પરિવારો પાસ  ac  નથી
Advertisement

52.6 ટકા પરિવારો પાસે રેફ્રિજરેટર, 87 ટકા પરિવારો પાસે વોશિંગ મશીન નથી, દેશભરના આંકડા જાહેર

Advertisement

આવી કારમી ગરમીમાં વિકાસના મોટા દાવા વચ્ચે ગુજરાતા સહિત દેશના પરિવારો પાસે એસી, રેફ્રિજરેટર કે વોશિંગ મશીન તો અપેક્ષિત ગણાય છે પરંતુ દેશમાં સરેરાશ કુલ 23.7 ટકા પરિવારો પાસે જ એસી કે કુલર છે. દેશના કુલ સરેરાશ 38 ટકા પરિવારો પાસે જ રેફ્રિજરેટર છે અને દેશના કુલ સરેરાશ 18 ટકા લોકો પાસે જ વોશિંગ મશીન છે.

દેશમાં ગુજરાત એક સમૃદ્ધ અને ઔદ્યોગિક રીતે મોખરાનું રાજ્ય ગણાય છે ત્યારે ગુજરાતના પરિવારજનો પાસે તો એસી, રેફ્રિજરેટર અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ સ્વાભાવિક ગણાય છે. સામાન્ય રીતે એપ્રિલ, મે અને જૂનમાં પણ 42થી 47 ડિગ્રી ગરમીનો અનુભવ કરી રહેલા ગુજરાતના તમામ મહાનગરો, નાના-મોટા શહેરો અને ગામડાંના ઘર કે ઓફિસોમાં એરકન્ડિશનર વગર શ્વાસ પણ લેવાય તેવી સ્થિતિ રહી નથી. આવી પરિસ્થિતિમાં દેશના કયા રાજ્યોમાં કેટલા ટકા પરિવારો પાસે એર-કન્ડિશન (અઈ) છે, તેવી વિગતો જોતા સમજાય છે કે, દેશમાં કુલ એસી-ધારક પરિવારોની સંખ્યા સરેરાશ 23.7 ટકા જેટલી જ છે. દેશમાં 76.3 ટકા પરિવારો પાસે એસીની કોઈ જ વ્યવસ્થા નથી. જ્યારે તેમાં ગુજરાતમાં એસી-ધારક પરિવારોની સંખ્યા તો માંડ 17.5 ટકા જેટલી જ છે અર્થાત ગુજરાતમાં 82.5 ટકા પરિવારોના ઘરોમાં એસી નથી. દેશમાં એસી-ધારક પરિવારોની ટકાવારીમાં દિલ્હી સૌથી મોખરે છે. જ્યાં 74.3 ટકા પરિવારો પાસે એસી છે.

દેશમાં એસી-ધારક પરિવારોમાં ગુજરાત 12મા ક્રમે છે. એવી જ રીતે આજની સ્થિતિએ લોકોના ઘરો કે કચેરીઓમાં રેફ્રિજરેટર પણ એક આવશ્યક વસ્તુ ગણાય છે ત્યારે દેશમાં રેફ્રિજરેટર-ધારક પરિવારોની સરેરાશ સંખ્યા 38 ટકા જેટલી છે. એમાં સૌથી વધુ 87.2 ટકા રેફ્રિજરેટર-ધારક પરિવારો પંજાબમાં છે. બીજા નંબરે દિલ્હીમાં તેના કુલ વસતિના 77.4 ટકા પરિવારો પાસે રેફ્રિજરેટર છે. રેફ્રિજરેટર-ધારકોની ટકાવારીમાં પણ ગુજરાતનો ક્રમાંક 8મો આવે છે. ગુજરાતમાં તેની કુલ વસતિના 52.6 ટકા પરિવારો પાસે રેફ્રિજરેટર છે. આજના પ્રગતિશીલ જમાનામાં લોકોના ઘરોમાં વોશિંગ મશીન હોવા પણ એક સામાન્ય બાબત છે ત્યારે દેશમાં કુલ સરેરાશ 18 ટકા પરિવારો પાસે જ વોશિંગ મશીન છે.

ગુજરાતમાં 12.7 ટકા પરિવારો પાસે જ વોશિંગ મશીન છે. એનો અર્થ એ થયો કે ગુજરાત જેવા આર્થિક રીતે સધ્ધર અને ઔદ્યોગિક રીતે મોખરાના ગણાતા રાજ્યમાં 87 ટકા પરિવારો પાસે વોશિંગ મશીન નથી. વોશિંગ મશીન -ધારક પરિવારોમાં પણ ગુજરાત 11મા સ્થાને છે. દેશમાં જે રાજ્યને લગભગ તમામ ક્ષેત્રે મોખરાનું સ્થાન અને દેશ-દુનિયામાં એક મોડલે રાજ્ય મનાય છે, તે રાજ્યના લોકોની સ્થિતિ વાસ્તવમાં વરવી જ કહેવાય. ભલે મહાનગરો-શહેરોમાં આવી સુવિધાઓ હોય પણ ગ્રામ્ય કક્ષાએ તો હજુ પણ ઘણાં વિકાસની આવશ્યકતા છે. ગુજરાતમાં 82.5 ટકા પરિવારો પાસે અઈ ન હોવું, 47.4 ટકા પરિવારો પાસે રેફ્રિજરેટર ન હોવું અને 82 ટકા પરિવારો પાસે વોશિંગ મશીન ન હોવું તેને શું માની શકાય. આ બાબત આ આંકડાઓ ઉપરથી સાબિત થાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement