For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પુત્રીને છોડાવવા વચ્ચે પડેલા પિતા ઉપર જમાઇ છરી વડે તૂટી પડયો

04:40 PM May 01, 2024 IST | Bhumika
પુત્રીને છોડાવવા વચ્ચે પડેલા પિતા ઉપર જમાઇ છરી વડે તૂટી પડયો

શહેરમાં પેડક રોડ ઉપર આવેલા આવાસ યોજનના ક્વાર્ટરમાં બહેન બનેવી સાથે ઉગતાપોરની મેલડી માતાજીના દર્શને ગયેલી પત્ની સાથે ઝઘડો કરી પતિએ માર માર્યો હતો. પુત્રીને છોડવા વચ્ચે પડેલા પિતા ઉપર જમાઇએ છરી વડે હુમલો કરી છરીના ઘા ઝીંકી દીધા હતા. હુમાલમાં ઘવાયેલા પિતા-પુત્રીની સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે હુમલાખોર વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસનો દોર લંબાવ્યો છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પેડક રોડ ઉપર આવેલા આવાસ યોજનના ક્વાર્ટરમાં રહેતા ભરતભાઇ ગોંવિદભાઇ બોરીચા (ઉ.વ.46) પોતાના ઘરે હતા ત્યારે રાત્રીના સાડા નવેક વાગ્યાના સમયે જમાઇ રવિ જેઠવાએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્ટિપલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક પુછપરછમાં હુમલામાં ઘવાયેલા ભરતભાઇ બોરીચાની પુત્રી પ્રિયંકાબેન તેના બહેન-બનેવી કિંજલબેન અને અર્જુનભાઇ વાઘેલા સાથે ઉગતાપોરની મેલડી માતાજીના દર્શન કરવા ગઇ હતી. જેથી રવિ જેઠવાને શરૂ નહીં લાગતા પત્ની પ્રિયંકાબેનની તુ શુ કામ ગઇ હતી? તેમ કહીં માર માર્યો હતો. પુત્રીને છોડવા ભરતભાઇ બોરીચા વચ્ચે પડતા જમાઇ રવિ જેઠવાએ છરી વડે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી-ડિવઝન પોલીસ મથકમાં હુમલાખોર શખ્સ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસનો દોર લંબાવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement