For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળવાનો સીલસીલો યથાવત!!! જખૌના સીંધોડી બીચ પરથી ચરસના 10 પેકેટ મળી આવ્યા

02:46 PM Jun 22, 2024 IST | Bhumika
કચ્છના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળવાનો સીલસીલો યથાવત    જખૌના સીંધોડી બીચ પરથી ચરસના 10 પેકેટ મળી આવ્યા
Advertisement

કચ્છ જિલ્લાના સમુદ્રી કાંઠેથી માદક પદાર્થના પેકેટ મળવાનો સીલસીલો યથાવત છે. ત્યારે આજે અબડાસા તાલુકાના જખૌ દરિયાઇ વિસ્તાર સ્થિત સીંધોળી બીચ ખાતેથી મરીન કમાન્ડો અને પોલીસને પેટ્રોલીંગ દરમિયાન બિનવારસી હાલતમાં એક પ્લાસ્ટિક પેક કોથળો મળી આવ્યો હતો. આ કોથળામાંથી નાર્કો પ્રોડક્ટ લખેલા ચરસના પેકેટ મળી આવ્યા હતા. જેમાં 5 કરોડની કિંમતના 10 ચરસના પેકેટ મરીન કમાન્ડોને મળી આવ્યા હતાં. મોટા કોથળાની ચકાસણી કરતા તેમાંથી કેફી પદાર્થના 10 પેકેટ મળી આવ્યા હતાં જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 1 પેકેટ લેખે 50 લાખ રૂપિયા છે. તેવા કુલ 5 કરોડની કિંમતના 10 પેકેટ મળી આવ્યા છે. સુરક્ષા તંત્રએ આ પેકેટને આગળની તપાસ માટે જખૌ મરીન પોલીસ મથકના હવાલે કરવા તજવીજ હાથ ધરી છે.

આ અંગે મરીન કમાન્ડોએ જખૌ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અને ચરસના 10 પેકેટ જખૌ પોલીસ સ્ટેશનમાં જમા કરાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારમાં મરીન કમાન્ડો દ્વારા વધુ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.નોંધનીય છે કે ગત 8 જૂનથી શરૂ થયેલો માદક પદાર્થના પેકેટ મળવાનો સીલસીલો લગાતાર ચાલુ રહેવા પામ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement