For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જ્વેલર્સની રૂ.1.50 લાખ અને ઘંટેશ્વર પાસેથી રૂ.20 હજારની લૂંટનો ભેદ ખુલ્યો

04:41 PM Jun 03, 2024 IST | Bhumika
જ્વેલર્સની રૂ 1 50 લાખ અને ઘંટેશ્વર પાસેથી રૂ 20 હજારની લૂંટનો ભેદ ખુલ્યો
Advertisement

રાજકોટમાં ગત સપ્તાહે લક્ષ્મીનગર અન્ડરપાસ પાસે આનંદ જવેલર્સમાં થયેલી રૂૂ.1.50 લાખની લુંટ કરનાર ગીરસોમનાથના બે શખ્સોને માલવિયાનગર પોલીસે ઝડપી લીધા હતા.40 લાખનું દેણું થઇ જતા લુંટ ચલાવનાર બન્ને શખ્સોની પુછપરછ શરુ કરી છે.જયારે ઘંટેશ્વર પાસે ગત ગુરુવારે બાઇક સવારને અટકાવી રૂૂપિયા 20 હજારની લૂંટના બનાવમાં એલસીબી ઝોન-2ની ટીમે એમબીબીએસના બે અને ફાર્મસી તેમજ નર્સિંગના વિદ્યાર્થીની ધરપકડ કરી છે. જ્યારે પુછપરછમાં અન્ય એકનું નામ ખુલ્યું છે જેને પકડીલેવા તપાસ શરૂૂ કરી છે.

Advertisement

40 લાખનું દેણું ઉતારવા બે પિતરાઈભાઈઓએ જવેલર્સમાં લૂંટ ચલાવી

રાજકોટના લક્ષ્મીનગર અન્ડરપાસ પાસે આનંદ જવેલર્સમાં ગઈ તા. 25 મેના રોજ બપોરે ગ્રાહકના સ્વાંગમાં જઈ દુકાન માલિક સુજીતભાઈ જરીયા ઉપર છરીથી હુમલો કરી ચાર વીંટી અને બ્રેસલેટ મળી અંદાજે રૂૂા. દોઢેક લાખના દાગીનાની લૂંટનો જિલ્લાના અને હાલ રાજકોટમાં લક્ષ્મીનગર મેઈન રોડ, દાસી જીવણપરા શેરી નં.2માં રહેતા બે પિતરાઈ ભાઈ ધર્મેશ અરશીભાઈ સોલંકી (ઉ.વ.35) અને રામધામ સોસાયટીમાં રહેતા રવિ બાબુભાઈ સોલંકી (ઉ.વ.27)ને ઝડપી લીધા છે. માલવિયાનગર પોલીસની જુદી જુદી ત્રણ ટીમોએ સીસીટીવી કેમેરા વગેરેના આધારે તપાસ કરી ધર્મેશ અને રવીને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી બાઈક, બે ફોન મળી કુલ રૂૂા. 90 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.પોલીસ તપાસમાં જણાવ્યું કે આરોપી ધર્મેશ જ્યાં લૂંટ થઇ તેની નજીક જ રહે છે. ધર્મેશે પોતાના અને સગાના નામે ક્ધસ્ટ્રકશનમાં 40 થી 45 લાખનું રોકાણ કર્યું હતું.જેમાં ખોટ જતા રકમ ગુમાવવાનો વારો આવ્યો હતો જેથી દેણું ઉતારવા કોઈ માર્ગ નહીં દેખાતા લૂંટ કરવાનુ નક્કી કર્યું હતું. તેને આનંદ જ્વેલર્સમાં બપોરના સમયે ઓછી અવરજવર હોય છે તેની જાણ હતી. છેલ્લા પખવાડિયાથી તેણે રેકી કર્યા બાદ પિતરાઈ રવિ સાથે મળી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપી ધર્મેશ નર્સિંગનું કરે છે જ્યારે તેનો પિતરાઈ રવિ છૂટક કામ કરે છે. બંનેની રિમાન્ડ મેળવી માલવિયાનગર પોલીસે વધુ તપાસ શરુ કરી છે.પી.આઈ જે.આર.દેસાઈ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

મોજશોખ માટે એમબીબીએસ, ફાર્મસી તેમજ નર્સિંગના ચાર છાત્રોએ લૂંટ કરી

લુંટનો બીજા બનાવમાં ઘંટેશ્વર પાસે ગત ગુરુવારે બાઇક સવારને અટકાવી રૂૂપિયા 20 હજારની લૂંટની ઘટનામાં પોલીસે એમબીબીએસના બે અને ફાર્મસી તેમજ નર્સિંગના વિદ્યાર્થીની ધરપકડ કરી છે. જ્યારે એકને પકડીલેવા તપાસ શરૂૂ કરી છે.રૂૂડાનગરમાં રહેતા અજયસિંહ સુરેન્દ્રસિંહ ચૌહાણ તા.30ના રોજ એડવોકેટ કમલભાઇ કવૈયાના ઘેર જતા હતા ત્યારે ઘંટેશ્વર પાસે સ્કોર્પિયોમાં ધસી આવેલા શખ્સોએ તેને આંતરી કેમ આડોડાઇથી બાઇક ચલાવે છે. કહી મારકૂટ કરી તેની પાસે રૂૂ.20 હજારની રોકડ સહિતના થેલાની લૂંટ ચલાવી હતી. આ અંગે યુનિવર્સીટી પોલીસમાં ગુનો નોંધાયા બાદ યુનિવર્સીટી પોલીસ અને એલસીબી ઝોન-2 ની ટીમે તપાસ કરતા આરોપીઓ સીસીટીવીમાં કેદ થઇ ગયા હોય પીઆઇ કૈલા અને પીએસઆઈ આર.એચ.ઝાલા સહિતના સ્ટાફે માધવ વાટિકામાં રહેતો એમબીબીએસના છાત્ર શુભમ ઇશ્વરભાઇ પુરોહિત અને દ્વારકેશ પાર્કમાં રહેતો ભવ્ય નીતિનભાઇ દવે તેમજ મારુતિનગરમાં રહેતો ફાર્મસીનો વિધાર્થી યશ અનવરભાઇ લાલાણી, માંડાડુંગર પાસે રહેતો નર્સિંગનો છાત્ર નૈમિષ મયૂરભાઇ શર્માની સંડોવણી ખુલતા ચારેયને ઉઠાવી લઇ આકરી પૂછતાછ કરતાં લુંટની કબુલાત આપી હતી તેમજ સાથે અન્ય એક મિત્ર ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલની પણ સંડોવણી હોવાનું તપાસમાં ખુલ્યું હતું.પાંચેય મિત્રોએ મોજશોખ માટે લૂંટ ચલાવી હતી. પોલીસે ચારની ધરપકડ કરી તેની પાસેથી કાર, ચાર મોબાઇલ મળી કુલ રૂૂ.17.46 લાખની મતા કબજે કરી છે. જ્યારે લૂંટ ચલાવનાર રોકડ ભરેલ થેલા અંગે પૂછપરછ કરતાં તેને આજી નદીમાં ફેંકી દીધાનું જણાવતાં પોલીસે ફાયર બ્રિગેડ સ્ટાફ સાથે શોધખોળ કરી હતી. આ લુંટમાં સંડોવાયેલ અન્ય ધ્રુવરાજસિંહની ધરપકડ માટે તપાસ શરુ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement