For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં ઉમેદવારના કાર્યાલય ઉદ્ઘાટનનો વિરોધ ભાજપ હાય હાયના નારા લાગ્યા

01:12 PM Apr 24, 2024 IST | Bhumika
મોરબીમાં ઉમેદવારના કાર્યાલય ઉદ્ઘાટનનો વિરોધ ભાજપ હાય હાયના નારા લાગ્યા

મોરબી ખાતે કચ્છ મોરબી લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના કાર્યલયના ઉદ્ધાટનના ચાલુ કાર્યક્રમમા મોરબી કરણી સેના દ્વારા ભાજપ હાય હાય અને રૂૂપાલા હાય હાયના નારા લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો.

Advertisement

લોકસભા રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બહેન બેટી વિશે જે વાણી વિલાસ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ક્ષત્રિય સમાજમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના ઉમેદવાર કે કાર્યકર્તાઓ દ્વારા જે પણ ગામમાં જાય ત્યા ભાજપનો વિરોધ કરવામાં આવે છે ત્યારે આજે સવારે માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે છત્રીય યુવાનો દ્વારા વિનોદભાઈ ચાવડાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને મોરબી જીઆઇડીસી નજીક સાંજના સમયે વિનોદભાઈ ચાવડાના 65 મોરબી માળિયા કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો જે ચાલુ કાર્યક્રમ દરમ્યાન કરણી સેના પાંચ થી છ જેટલા યુવાનો ઘુસી જઈ ભાજપ હાય હાય અને રૂૂપાલા હાય હાય ના નારા લગાવી ચાલુ કાર્યક્રમમાં વિરોધ કર્યો હતો વિરોધ કરનાર પ તમામ યુવાનોની પોલીસે અટકાયત કરી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement