For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વીજતંત્ર ખુદ રેઢિયાળ અને વાતો કરે છે સ્માર્ટ વીજમીટરની!

12:07 PM May 16, 2024 IST | Bhumika
વીજતંત્ર ખુદ રેઢિયાળ અને વાતો કરે છે સ્માર્ટ વીજમીટરની
Advertisement

વડોદરા પછી જામનગરમાં પણ સ્માર્ટ વીજમીટરનો વિરોધ: આગામી દિવસોમાં વિરોધ વ્યાપક અને ઉગ્ર બનવાની સંભાવનાઓ: વીજતંત્રની કહેવાતી સેવાઓને લોકો ’ડામચિયો’ કહે છે: દાયકાઓથી વીજતંત્રનું મેકઓવર ન કરી શકનાર, તંત્રને સેવાલક્ષી-પ્રજાલક્ષી ન બનાવી શકનાર સરકારે રોકડી કરવા સ્માર્ટ વીજમીટરની યોજના ધરાર દાખલ કરતાં લોકો લાલઘૂમ…

જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં લાખો લોકો દાયકાઓથી વીજતંત્ર એટલે કે પીજીવીસીએલને પગથી માથાં સુધી ઓળખે છે. હવે આ રેઢિયાળ વીજતંત્રએ, ભારત સરકારની યોજનાના રૂૂપાળા નામ હેઠળ વીજગ્રાહકો પાસેથી અબજો રૂૂપિયાની રોકડી કરી લેવા અને આ રોકડી રાતદિવસ ચાલુ રાખવા સ્માર્ટ વીજમીટર નામનો કારસો ઘડી કાઢ્યો છે વડોદરા સહિતના સેન્ટર માફક જામનગરમાં પણ આ વીજમીટરનો વિરોધ શરૂૂ થઈ ગયો છે અને આગામી સમયમાં આ વિરોધ દરેક શેરી ગલી સુધી પ્રસરી જશે, લોકો રસ્તાઓ પર ઉતરી આવશે એમ દેખાઈ રહ્યું છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર પણ સરકારની આ સ્માર્ટ વીજમીટર યોજનાનો જબ્બર વિરોધ જોવા મળી રહ્યો છે. સૌ જાણે છે એમ, વીજતંત્ર ખુદ રેઢિયાળ છે. તમામ શેરી ગલીઓમાં અને મુખ્ય માર્ગો પર મોતના ડામચિયા જેવા સડેલા અને ઢીલા તથા દાયકાઓથી ન બદલાવેલા વીજવાયરો ઝૂલી રહ્યા છે. ગમે ત્યારે, ગમે તે વિસ્તારમાં આ જિવતા વીજવાયરો તૂટી પડે છે, અકસ્માત સર્જાતા રહે છે, માનવ જિંદગીના ભોગ પણ લેવાતા હોય છે.

Advertisement

અનેક પ્રકારની હાલાકીઓ અને નુકસાન વેઠવા પડે છે. વરસાદના બે છાંટા પડતાં ઢગલાબંધ ફીડર ટ્રીપ થઈ જાય છે, કલાકો સુધી તંત્ર ફોલ્ટ શોધી શકતું નથી, લોકોએ કલાકો સુધી અવારનવાર ફરજિયાત વીજકાપ સહન કરવો પડે છે. પ્રમાણિક વીજગ્રાહકો પીજીવીસીએલને અબજો રૂૂપિયાનો વેપાર કરાવે છે છતાં વીજતંત્ર ગ્રાહકોને કવોલિટી વીજપૂરવઠો સતત પૂરો પાડી શકતું નથી. વીજતંત્રની સેવાકીય કામગીરીઓ દાયકાઓથી ખાડે છે. અવારનવાર વોલ્ટેજ વધવાથી અને વારંવાર ફલકચ્યુએશન આવવાથી હજારો પ્રમાણિક વીજગ્રાહકોના કિંમતી વીજ ઉપકરણો બળી જાય છે. વીજતંત્ર કોઈ જાતનું વળતર ચૂકવતું નથી. ટૂંકમાં, સરકાર દાયકાઓ પછી પણ અને ડિજિટલ યુગમાં પણ પોતાના વીજતંત્રને સક્ષમ, પ્રજાલક્ષી, સેવાલક્ષી, આધુનિક કે ગુણવત્તાયુકત કે સ્માર્ટ બનાવી શકી નથી. બીજી બાજુ લોકોને વીજળી આપ્યા અગાઉ પ્રિ પેઈડ સ્માર્ટ વીજમીટરના નામે સરકાર પોતાના વીજતંત્રને રાતદિવસ કરોડો રૂૂપિયાની રોકડી કમાણી કરાવવાનો કારસો અમલમાં મૂકી ચૂકી છે. જેનો લોકો વિરોધ કરી રહ્યા છે. લાખો લોકો જાણે છે કે, વીજતંત્ર કવોલિટી વીજપૂરવઠો અને સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ છે. પ્રમાણિક વીજગ્રાહકો વીજબિલના નાણાં ઓનલાઈન ભરવા માટે પીજીવીસીએલની ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ પર પહોંચે છે ત્યાં પણ હેરાન થતાં હોય છે, સરકારી સર્વરના ઠેકાણાં હોતાં નથી.

વીજતંત્ર એક પણ અર્થમાં કે સેવામાં ન આધુનિક છે, ન સજ્જ છે, ન સ્માર્ટ છે અને ન તો પ્રજાલક્ષી છે. આ પ્રકારની રેઢિયાળ હાલતમાં સ્માર્ટ વીજમીટરના ધખારા લેતી સરકાર અને વીજતંત્રએ પહેલાં તો ખુદ સ્માર્ટ બનીને દેખાડે એવું ઈચ્છતા લાખો લોકો તંત્રને કહી રહ્યા છે કે, સ્માર્ટ વીજમીટરની વાતું સરકાર કે તંત્રના મોઢે શોભતી નથી. પ્રથમ તો અરીસામાં ખુદનો ચહેરો જૂઓ, આત્મચિંતન કરો, પછી સ્માર્ટ વીજમીટરની વાતો માંડજો. જામનગર શહેરના કેટલાક વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા વીજ ગ્રાહકો ઘરમાં મુખ્ય વ્યક્તિ હાજર ન હોય તેવી પરિસ્થિતિમાં પણ નાના બાળકોની હાજરીમાં વિજ મીટર લગાવી દેવામાં આવે છે. જેની પૂરી જાણકારી ન હોવાથી અને રિચાર્જ કરવા સહિતની માહિતીના અભાવે વિજ ગ્રાહકોએ વીજ પુરવઠા થી વંચિત રહેવું પડે છે. જેથી ખાસ કરીને જામનગરના વોર્ડ નંબર -4 માં ગ્રાહકોની મંજૂરી વિના વિજ મીટર નહિ લગાડવા વોર્ડ નંબર ચારના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

જામનગર શહેર માં જુદા-જુદા વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાડવાની કાર્યવાહી ચાલુ છે, જેમાં ખાસ કરીને વોર્ડ નં.4, નવાગામ ઘેડ માં ગ્રાહકો અને લોકોની મંજુરી વગર સ્માર્ટ મીટર લગાડવામાં આવે છે. અને જે અંગે કોઈપણ જાતની માહિતી આપવામાં આવતી નથી. જુનું મીટર કાઢીને ક્યાં લઇ જવામાં આવે છે, તેની માહિતી આપવામાં આવતી નથી. તેમજ હાલ સ્માર્ટ મીટર માં કેટલું બેલેન્સ છે, કેટલો વપરાશ થયો છે, અને તેના કેટલા પૈસા તેની પણ કોઈ જાણકારી આપવામાં આવતી નથી. તાજેતર માં જ ભીમવાસ માં સોતા દીપકભાઈ ચકુભાઈ રાઠોડ ના ઘરના સભ્યો હાજર ન હોય, અને ફક્ત બાળકો ઘરમાં હોય અને જુનું મીટર કાઢી નવું મીટર લગાડી દીધેલુ છે, અને જેનું રીચાર્જ પણ મોબાઈલ દ્વારા એપ્લીકેશન સ્ટોર થતી ન હોય રીચાર્જ થયેલ નથી અને પી.જી.વી.સી. એલ.ની ઓફીસ માં બીલ ભરાતું નથી. જેના હિસાબે લાઈટ બંધ થઇ ગઇ છે. તો હવે આ વ્યક્તિ ને શું કરવું ? અને તેના માટે કોણ જવાબદાર ? માટે જ્યાં સુધી પબ્લિક ન ઇરછે ત્યાં સુધી સ્માર્ટ મીટર તેમના ઘરમાં નહીં વગાડવા માંગણી કરાઈ છે.

જેથી વોર્ડ નં.4 ના વસતા લોકોમાં હાલ ખુબ જ આક્રોશ હોય જેથી લોકોની અને ગ્રાહકોની પરમીશન વગર વીજ મીટર નાખવા નહિ અને જે સ્માર્ટ મીટર નાખેલા છે, તે કાઢી નાખવા અને ફરી પાછા જુના મીટર લગાડી આપવા વોર્ડ નંબર ચારના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, ઉર્જા મંત્રી, સ્થાનિક ધારાસભ્ય વગેરેને પત્ર પાઠવી રજૂઆત કરાઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement