For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ત્રિશા-ગાયત્રીની જોડી મલેશિયન માસ્ટર્સના બીજા રાઉન્ડમાં પ્રવેશી

12:44 PM May 22, 2024 IST | Bhumika
ત્રિશા ગાયત્રીની જોડી મલેશિયન માસ્ટર્સના બીજા રાઉન્ડમાં પ્રવેશી
Advertisement

મલેશિયન માસ્ટર્સ સુપર 500 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીએ બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. આ જોડીએ ચીની તાઇપેઈની હ્યુંગ યૂ-સૂન અને લિયાંગ ટિંગ યૂની જોડીને સીધી ગેમમાં હરાવી હતી. જોકે આ ટુર્નામેન્ટમાં ભારતના ચાર ખેલાડીએ મેન્સ સિંગલ્સમાં ભાગ લીધો હતો અને તેમાંથી એકે ખેલાડી મેઇન ડ્રો માટે ક્વોલિફાઈ થઈ શક્યો ન હતો.

આમ મેન્સમાં ભારતને નિરાશા સાંપડી હતી. કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીએ વિમેન્સ ડબલ્સમાં રાઉન્ડ ઓફ 32માં ચીની તાઇપેઈની જોડી સામે 21-14, 21-10થી વિજય હાંસલ કર્યો હતો. મેન્સ ક્વોલિફિકેશન રાઉન્ડમાં સતીષ કુમાર કરુણાકરને મલેશિયાના ચીએમ જૂન વેઈને 21-15, 21-19થી હરાવ્યો હતો પરંતુ ત્યાર બાદ ઓડિશા માસ્ટર્સમાં સુપર 100 ટાઇટલ જીતનારો સતીષ ઇન્ડોનેશિયાના શેસાર હિરેન રૂૂસ્તાવિટો સામે 21-13, 20-22, 13-21થી હારી જતાં ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપનો બ્રોન્ઝ મેડલ વિજેતા આયુષ ભારતના જ કાર્તિકેય ગુલશન કુમાર સામે 21-7, 21-14થી જીત્યો હતો પરંતુ થાઇલેન્ડના તિરારાત્સાકુલ સામે તેનો 21-23, 21-16, 17-21થી પરાજય થયો હતો. ભૂતપૂર્વ વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપના સિલ્વર મેડલ વિજેતા એસ શંકર સુબ્રમણ્યમને ક્વોલિફિકેશન રાઉન્ડની પ્રથમ જ મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો જ્યાં ઇન્ડોનેશિયાના શેસાર હિરેન રૂૂસ્તાવિટોએ તેને 12-21, 17-21થી સીધી ગેમમાં પરાસ્ત કરીને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement