For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખાનગી હોસ્પિટલના OT ઈન્ચાર્જ અને પ્યૂને મહિલા સફાઈ કર્મીને પગાર મુદ્દે જવલનશીલ પ્રવાહી પીવડાવ્યું

12:33 PM Jun 11, 2024 IST | Bhumika
ખાનગી હોસ્પિટલના ot ઈન્ચાર્જ અને પ્યૂને મહિલા સફાઈ કર્મીને પગાર મુદ્દે જવલનશીલ પ્રવાહી પીવડાવ્યું
oplus_2097152
Advertisement

રાજકોટમાં બનેલી ઘટના: મામલો પોલીસ સુધી પહોંચતા અંતે હોસ્પિટલ તંત્રએ પગાર ચૂકવી દીધો

રાજકોટમાં રૈયા રોડ ઉપર આવેલી ખાનગી હોસ્પિટલમાં કામ કરતી મહિલા સફાઈ કર્મીની પગાર નહીં ચૂકવી ઓટી ઈન્ચાર્જ અને પટાવાળાએ જવનશીલ પ્રવાહી પીવડાવી દીધું હોવાના આક્ષેપ સાથે પરણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. મામલો પોલીસ સુધીપહોંચતા મહિલા સફાઈકર્મીને હોસ્પિટલ તંત્ર દ્વારા પગાર ચુકવી દેવામાં આવ્યો હતો.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર નાણાવટી ચોકમાં આવેલા નંદનવન આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી મનીષાબેન ગોપાલભાઈ પનારા નામની 35 વર્ષની પરણીતા રાત્રીના નવેક વાગ્યાના અરસામાં રૈયારોડ પર આવેલ ખાનગી હોસ્પિટલમાં હતી ત્યારે હોસ્પિટલના ઓટી ઈન્ચાર્જ પાર્થ, ઈન્ચાર્જ બિનલબેન અને પટાવાળા લલીતાબેને ઝઘડો કરી જવનશીલ પ્રવાહી પીવડાવી દીધું હોવાના આક્ષેપ સાથે મનીષાબેન પનારાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પુછપરછમાં મનીષા બેન કનારા ઘટના ઘટી તે ખાનગી હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી હાઉસકીપીંગનું કામ કરે છે. મનીષાબેન કનારાની એક મહિનાનો રૂા. 11,500 પગાર અને ત્રણ દિવસના વધારાના કામના રૂપિયા લેવાના હતાં. જે રૂપિયા લેવા માટે મનીષાબેન કનારા હોસ્પિટલે ગયા હતાં ત્યાંરે ત્રણેય શખ્સોએ રૂપિયા નહીં આપી ઝઘડો કરી જવનશીલ પ્રવાહી પીવડાવી દીધું હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો હતો. મામલો પોલીસ સુધી પહોંચતા હોસ્પિટલ તંત્ર દ્વારા મહિલાને પગારના રૂપિયા ચુકવી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement