For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

UPના રાજ્ય પક્ષી ‘સારસ’ની સંખ્યા ગુજરાતમાં વધી

04:01 PM Jun 22, 2024 IST | admin
upના રાજ્ય પક્ષી ‘સારસ’ની સંખ્યા ગુજરાતમાં વધી

99 લોકોની ટીમે 164 ગામડાં ખુંદીને ગણતરી કરી, કુલ આંકડો 1431એ પહોંચ્યો

Advertisement

ઉત્તરપ્રદેશનુ રાજ્ય પક્ષી ગણાતું સારસ બર્ડ ગુજરાતમાં પણ જોવા મળે છે. આ પક્ષીની સૌથી મોટી વસ્તી ખેડા જિલ્લાના માતર તાલુકાના પરીએજ વેટલેન્ડ પર જ જોવા મળે છે. સમગ્ર ગુજરાતમાં 1800થી 2000ની આસપાસ સારસ પક્ષીની સંખ્યા છે. તેમાથી આ પરીએજ વેટલેન્ડ પર જ મોટી સંખ્યામાં સારસ બર્ડ જોવા મળી રહ્યા છે. આ માત્ર એક એવું પક્ષી છે કે જે હંમેશા જોડામાં જોવા મળે છે. માતરના પરીએજ વેટલેન્ડ અને ખેડા-આણંદ જિલ્લાના 164 ગામોમાં એકીસાથે સારસ પક્ષીની ગણતરી કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ જે ચાલે છે તે યુપીએલ અને તેની સાથે અન્ય વોલેન્ટિયર્સ મળી કુલ 99 વ્યક્તિઓની ફૌજ આ દિવસે ગણતરી કરવા ફીલ્ડમા ઉતરી હતી. જેમાં ચાલુ વર્ષ 2024માં 1431 સારસ પક્ષી નોધાયા છે, જે ગત વર્ષની સરખામણીમાં 177 સારસ પક્ષીનો વધારો થયો છે.
ખેડૂતો સાથે ટેવાયેલું પક્ષી એટલે સારસ જે ક્રેન આકર જેવું હોય છે. આ પક્ષીને ક્રેન બર્ડ તરીકે પણ ઓળખાય છે. સારસ પક્ષી માટે રાજ્યમાં યુપીએલ દ્વારા ખાસ પ્રોજેક્ટ તેના સંરક્ષણ અને જતન માટેની વિવિધ કામગીરી કરાઈ રહી છે. ખેડા આણંદ જિલ્લાની બોર્ડર પર આવેલા માતર તાલુકાના પરીએજ વેટલેન્ડ પર આ પ્રોજેક્ટ વર્ષ 2016થી સતત ચાલી રહ્યો છે. જેમાં હાલ 8 વર્ષના લાંબા અંતે સારસ પક્ષીની સંખ્યામાં વધારો થયો છે. ગુજરાતમાં સારસ ક્રેનની બીજા ક્રમની સૌથી વધારે વસ્તી છે. અને ઈન્ટરનેશનલ યુનિયન ફોર ક્ધઝર્વેશન ઓફ નેચર (આઇયુસીએન) રેડની યાદી અંતર્ગત સંવેદનશીલ તરીકે વર્ગીકૃત કરવામાં આવેલ છે. સામાન્ય રીતે તે ભીની એટલે કે વેટલેન્ડ્સમાં વસવાટ કરે છે તથા માનવી સાથે જગ્યને લઈ અનુકૂળતા ધરાવે છે. તે આહાર તથા સંવર્ધન માટે કૃષિ ક્ષેત્રો પર આધાર રાખે છે. વેટલેન્ડ્સના પ્રમાણમાં ઘટાડો થતા અને વર્તમાન આવાસ સંબંધિત બગડતા સારસની સંખ્યામાં ઘટાડો થવા પાછળના કેટલાક મુખ્ય કારણો પૈકી એક હોવાનું માનવામાં આવે છે.
સારસ પક્ષીના જતન, સંરક્ષણ કામ આ કંપની દ્વારા વર્ષ 2015થી અહીંયા શરૂ કરવામાં આવ્યું છે. સારસ પક્ષીની દર વર્ષે 21 જૂનના રોજ વસ્તી ગણતરી કરવામાં આવે છે. જેમાં અહીંયા 160થી વધુ ગામના નાનામોટા તળાવો અને વેટલેન્ડ પર અમારી ટીમ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી વસ્તી ગણતરી કરે છે. આ દિવસ એટલા માટે પસંદ કરવામાં આવે છે કારણ કે આ દિવસ ઉનાળાનો દિવસ હોય અને લાંબામાં લાંબો દિવસ હોય ગણતરી કરવામાં સાનુકૂળતા રહે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement