For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માણાવદર પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીમાં તંત્રની બેદરકારી ખુલ્લી પડી

11:56 AM Jun 15, 2024 IST | admin
માણાવદર પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીમાં તંત્રની બેદરકારી ખુલ્લી પડી

માણાવદર ધારાસભ્યની મામલતદાર કચેરીમાં લોકોના પ્રશ્ર્નો સાંભળવા લોક દરબારનું આયોજન થયેલ જેમાં કાયમી માથાના દુખાવા સમાન રોડ-રસ્તા- ગટરોની સફાઇ પ્રશ્નો છે જ તેવા પ્રશ્ર્નો ફરી ઉઠયા છે. વારંવાર એકને એક વાતો થાય છે. જનહીતમાં કામગીરી નહીં થતી હોવાની પ્રજાજનોની ધારાસભ્યને રજુઆતો થઇ છે.
જાણવા મળેલ વિગતોનુસાર 6ાા લાખના ખર્ચ ગટરો સફાઇનો કોન્ટ્રાકટ અપાયો છે તો વોકળાઓમાં જે બાવળો ઉભા છે તેનું શું? એક બાજુ લોકદરબાર મામલતદાર કચેરી ગ્રાઉન્ડમાં હતો પરંતુ પાલિકાના વહીવટદાર કમ મામલતદાર ગેરહાજર હતા. શું પાલિકા વહીવટદારને પ્રજાના પ્રશ્ર્નો પ્રત્યે રસ નથી? કે ધારાસભ્ય પ્રત્યે કોઇ રાગદ્વેશ છે તે ઉડીને આંખે વળગ્યું ભલે પછી કોઇ કામનું બહાનું કાઢે તે વાત અલગ છે. ભાજપ સરકારે અગાઉ પણ પાલિકાનાં ભંગાર વેચાણમાં સમગ્ર ગુજરાતને આંટી દે તેવો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો પ્રજાજનો તથા ધારાસભ્યએ તપાસ માંગી છે તે કેમ તપાસ નથી કરતાં શું આ ભ્રષ્ટાચારમાં ભાજપ સરકાર ભાગીદાર છે? તેવા પ્રશ્ર્નો આમ જનતા કરી રહી છે.

Advertisement

આ ભંગાર વેચાણની પણ તપાસ કરાવવા ધારાસભ્ય એ વાત ઉચ્ચારી હતી તથા ચીફ ઓફિસર અને ધારાસભ્ય વચ્ચે તુ-તુ મે-મે થઇ હતી. કારણ પ્રજાના પ્રિ-મોન્સુન કામગીરી થઇ નથી માટે શહેરમાં રોડ રસ્તાના ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થયો છે તે સ્પષ્ટપણે દેખાય છે. ભાજપ સરકારને કેમ દેખાતો નથી તે પ્રશ્ર્ન પ્રજામાં ચર્ચાય છે. હાલ તો પ્રિમોન્સુન કામગીરીના લાખો રૂપીયા ચુકવાય જાશે. કામગીરી અધુરી રહેશે તેનું શું? બીજી બાજુ મેન-પાવર કોન્ટ્રાકટમાં લાખો રૂપીયા મહીને ચુકવાય છે તો તેમ કેમ યોગ્ય ગટરો સફાઇ નથી કરાવતા? તેની પણ તપાસ કાવવા આમ જનતામાંથી લોક માંગ ઉઠવા પામી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement