For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

NEET પ્રકરણની તપાસ હવે NTAની ગવર્નિંગ બોડીના અધ્યક્ષ કરશે

05:01 PM Jun 10, 2024 IST | admin
neet પ્રકરણની તપાસ હવે ntaની ગવર્નિંગ બોડીના અધ્યક્ષ કરશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ તેની પોતાની ગવર્નિંગ બોડીના અધ્યક્ષ પ્રદીપ કુમાર જોશીને NEETપરીક્ષામાં ગેરરીતિઓની તપાસ માટે જવાબદાર તપાસ પેનલના અધ્યક્ષ બનાવ્યા છે. આ પહેલા શનિવારે શિક્ષણ સચિવ સંજય મૂર્તિ અને NTAના મહાનિર્દેશક સુબોધ કુમાર સિંહે પૂર્વ UPSCઅધ્યક્ષની અધ્યક્ષતામાં તપાસની જાહેરાત કરી હતી.

Advertisement

જોષી યુપીએસસીના ચેરમેન રહી ચૂક્યા હોવા છતાં પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે કોઈપણ સંસ્થાના વડા તેમની સંસ્થાની ખામીઓની તપાસ માટે રચાયેલી સમિતિના અધ્યક્ષ કેવી રીતે હોઈ શકે? જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે, શિક્ષણ મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ સ્પષ્ટતા કરી કે જોશી NTA ગવર્નિંગ બોડીના અધ્યક્ષ હોવા છતાં, તેઓ એક પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નિષ્ણાત છે. આવી સ્થિતિમાં તેમની પસંદગી યોગ્ય છે. સમિતિના બાકીના ત્રણ સભ્યો NTAની બહારના છે.

સમિતિએ તપાસ બાદ જણાવવાનું છે કે શું આ 1,563 વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા કરવી જોઈએ કે પછી તેમને નવા ફોર્મ્યુલાના આધારે ફરીથી માર્કસ આપવા જોઈએ અને સુધારેલા પરિણામો જાહેર કરવા જોઈએ. સમિતિની ભલામણોના આધારે કોઈપણ નિર્ણય લેવામાં આવશે. સમિતિને 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
શિક્ષણ મંત્રાલયના ટોચના સૂત્રોનું કહેવું છે કે સમિતિ મંગળવાર રાત સુધીમાં NEETપરીક્ષાના મામલે પોતાની ભલામણ આપી શકે છે. બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં ગઊઊઝ-2024માં હાજર થયેલા વિદ્યાર્થીઓની અરજી પર સુનાવણી છે. NTA બુધવારે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવનાર એફિડેવિટમાં જણાવવા માંગે છે કે વિદ્યાર્થીઓ તરફથી મળેલી તમામ ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે.

Advertisement

દિલ્હી, ભોપાલ, વારાણસી સહિત દેશભરમાં હજારો વિદ્યાર્થીઓએ NEETIITમાં થયેલી ગેરરીતિઓ સામે ઉગ્ર વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓનું કહેવું છે કે NEETIIT પરીક્ષા રદ થવી જોઈએ. બીજી તરફ દિલ્હીમાં જઋઈંએ 10 જૂને સવારે 10 વાગ્યે મોટા વિરોધની જાહેરાત કરી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (અઇટઙ)એ આ મામલે ઈઇઈં તપાસની માંગ કરી છે.

આ વર્ષે કુલ 23.81 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. ગત વર્ષે 20.87 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. હલ્દવાનીની કોચિંગ સંસ્થા ગઊઊઝઈંઈંઝ એકેડમીના ડિરેક્ટર શુભમ રાય કહે છે કે પરીક્ષા માટે 4 લાખ વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, પરંતુ પેપરનું મુશ્કેલી સ્તર આ રેશિયોમાં વધ્યું ન હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement