For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતીય શેરબજારનું માર્કેટ કેપ ફરી ચોથા નંબરે, હોંગકોંગને પછાડયું

05:10 PM Jun 14, 2024 IST | admin
ભારતીય શેરબજારનું માર્કેટ કેપ ફરી ચોથા નંબરે  હોંગકોંગને પછાડયું
Advertisement

સતત બીજા દિવસે સેન્સેકસ-નિફટી ગ્રીન ઝોનમાં બંધ

ભારતીય શેરબજારમાં આજે પણ ફ્લેટ કારોબાર રહ્યો હતો અને બપોરે 3.15 ક્લાકે સેન્સેક્સ 185 પોઇન્ટ વધીને 77 હજારના સ્તરે જોવા મળ્યા હતા. જ્યારે નિફ્ટી 65 પોઇન્ટ વધીને 23468 અંકના સ્તરે ટ્રેડ કરતો હતો.
બીજી તરફ ભારતીય શેર બજારે ફરી એક વખત હોંગકોંગને પછાડી વૈશ્ર્વિક સ્તરે ચોથો નંબર મેળવ્યો છે.
બીએસઇ-લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપ હવે હોંગકોંગ કરતાં વધુ છે. આ સાથે તે ફરીથી વૈશ્વિક સ્તરે ચોથું સૌથી મોટું ઇક્વિટી માર્કેટ બની ગયું છે. બ્લૂમબર્ગના ડેટા અનુસાર, બીએસઇનો ઓલ-લિસ્ટેડ માર્કેટ કેપ હોંગકોંગના 5.17 ટ્રિલિયન ડોલરની સરખામણીએ 5.18 ટ્રિલિયન ડોલર છે. નોંધનીય છે કે અમેરિકા 56.49 ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપ સાથે વિશ્વનું સૌથી મોટું બજાર છે. ચીન 8.84 ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપ સાથે બીજા સ્થાને છે. જાપાન 6.30 ટ્રિલિયન ડોલર સાથે ત્રીજા સ્થાને છે.

Advertisement

ભારતીય બજારોએ આ વર્ષે 23 જાન્યુઆરીએ હોંગકોંગને પાછળ છોડી દીધું હતું, પરંતુ બાદમાં હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 12 ટકાથી વધુ વધ્યો હતો, ત્યારબાદ તે ફરીથી ચોથા સ્થાને આવી ગયો હતો. તે જાન્યુઆરીથી લગભગ 20 ટકાના વધારા સાથે તેજીવાળા બજારમાં પ્રવેશ કર્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement