For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

છાત્રા સાથે મિત્રતા કેળવી અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર શખ્સ ઝડપાયો

04:57 PM Apr 26, 2024 IST | Bhumika
છાત્રા સાથે મિત્રતા કેળવી અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર શખ્સ ઝડપાયો

રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી રસ્તે જતી સગીરા સાથે જાહેરમાં છેડતી અને પજવણીના બનાવો પોલીસ ચોપડે ચડી ચુક્યા છે.ત્યારે ગઈકાલે એક સગીરા સાથે વધુ એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે.રાજકોટ તાલુકા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં રહેતી 13 વર્ષની છાત્રાનું અપહરણ કરી હોટલમાં લઈ જઈ તેની સાથે શખ્સે દુષ્કર્મ આચરતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવતા પીઆઇ ડી.એમ.હરિપરા અને સ્ટાફે તપાસ શરૂૂ કરી છે.

Advertisement

રાજકોટ તાલુકા પોલીસે આ અંગે ભોગ બનનાર છાત્રાના પિતાની ફરિયાદ પરથી બાબાફરીદ ઉર્ફે ભાઈજાન હસમતઅલી નાનાણી (રહે.સણોસરા,રાજકોટ) અને તેમના મિત્ર વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી બાબા ફરીદની અટકાયત કરી હતી.પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ તાલુકા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં રહેતા પરિવારની 13 વર્ષની પુત્રી કે જે અભ્યાસ કરે છે.પુત્રી ભણવા જતી હોય ત્યારે આ બાબા નામનો શખ્સ તેની પાછળ પાછળ જતો હતો અને તેણી સાથે મિત્રતા બંધાઈ હતી.તેમજ તેમને લગ્નનું વચન આપી બાબા ફરિદ નામનો શખ્સ તેણીનું અપહરણ કરી ગયો હતો.આરોપી છાત્રાને શહેરની એક હોટલમાં લઇ ગયા બાદ છાત્રાને હવસનો શિકાર બનાવી હતી.આ બનાવમાં બાબા ફરીદના મિત્રએ અપહરણમાં મદદગારી કરી હતી.

આ સમગ્ર ઘટના બાદ પરિવારજનોને જાણ થતાં આ અંગે મોડી રાત્રે ભોગ બનનાર છાત્રાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી.હાલ તાલુકા પીઆઈ ધવલ હરીપરાએ આરોપીની અટકાયત કરી વધુ પુછપરછ જારી રાખી છે. બીજી તરફ આરોપીના મોબાઈલમાંથી અન્ય છોકરીઓના ફોટાઓ મળ્યા હોવાની ચર્ચા થઈ રહી હોવાથી હવે પોલીસ આરોપીના રિમાન્ડની માંગણી કરશે અને તેના મિત્રની પણ ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement