For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇન્સ્ટાગ્રામમાં થયેલો પ્રેમ ભારે પડ્યો; યુવતીએ 80 હજાર પડાવી લેતા યુવકનો આપઘાતનો પ્રયાસ

01:26 PM Jun 12, 2024 IST | Bhumika
ઇન્સ્ટાગ્રામમાં થયેલો પ્રેમ ભારે પડ્યો  યુવતીએ 80 હજાર પડાવી લેતા યુવકનો આપઘાતનો પ્રયાસ
oplus_2097184
Advertisement

રાજકોટમાં બનેલી ઘટના: અમદાવાદમાં અભ્યાસ કરતી યુવતીએ રૂપિયા આપવાની ના પાડી ધમકી આપતા ગળેફાંસો ખાધો

રાજકોટમાં રહેતા યુવકને અમદાવાદમાં અભ્યાસ કરતી યુવતી સાથે ત્રણ વર્ષ પૂર્વે ઇન્સ્ટાગ્રામમાં પ્રેમ થયો હતો બાદમાં યુવતીએ કટકે કટકે યુવક પાસેથી રૂૂ.80 હજાર પડાવી લીધા હતા અને અંતે યુવતીએ રૂૂપિયા પરત આપવાની ના પાડી ધમકી આપતા યુવાને ગળેફાસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં મુંજકા વિસ્તારમાં આવેલી પરિશ્રમ સોસાયટીમાં રહેતા ધર્મેશ ગુલાબભાઈ રાઠોડ નામનો 19 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે રાત્રિના બારેક વાગ્યાના અરસામાં ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો યુવકને બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફ યુનિવર્સિટી પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં ધર્મેશ રાઠોડ બે ભાઈ એક બહેનમાં નાનો છે અને શોરૂૂમમાં નોકરી કરી પરિવારને આર્થિક મદદ કરે છે ધર્મેશ રાઠોડને ત્રણ વર્ષ પૂર્વે અમદાવાદમાં અભ્યાસ કરતી રિદ્ધિ નામની યુવતી સાથે ઇન્સ્ટાગ્રામમાં પ્રેમ થયો હતો અને યુવતીએ કટકે કટકે રૂૂ.80,000 ધર્મેશ રાઠોડ પાસેથી પડાવી લીધા હતા. અને બાદમાં રૂૂપિયા 10000 માંગ્યા હતા. વારંવાર રૂૂપિયાની માંગણી કરતી યુવતીથી કંટાળેલા ધર્મેશ રાઠોડે મહિલા પોલીસ સ્ટેશનમાં જઇ યુવતીના સીતમ અંગે આપવીતી વર્ણવી હતી જેથી પોલીસની હાજરીમાં ધર્મેશે વીડિયો કોલ કરતા યુવતીએ રૂપિયા આપી દઈશ તેમ કહ્યું હતું અને બાદમાં ધર્મેશે તારે મારી સાથે સંબંધ ન રાખવો હોય તો મારા રૂૂપિયા પરત આપી દે એવું કહેતા યુવતીએ તારે થાય તે કરી લે રૂપિયા નથી આપવા તેમ કહી ધમકી આપી હતી જેથી ઇન્સ્ટાગ્રામ પ્રેમિકાની ધમકીથી ડરી ગયેલા ધર્મેશ રાઠોડે ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement