For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘સોરી મમ્મી-પપ્પા આઈ લવ યુ’ લખી સગીરા ઘરેથી દાગીના લઈ લાપતા

04:38 PM Jun 21, 2024 IST | admin
‘સોરી મમ્મી પપ્પા આઈ લવ યુ’ લખી સગીરા ઘરેથી દાગીના લઈ લાપતા
Missing red rubber stamp vector isolated

પરિવારે મવડી વિસ્તારમાં સગા સંબંધીને ત્યાં શોધખોળ કરી, ન મળતા નોંધાવી ફરિયાદ

Advertisement

રાજકોટ શહેરમાં સગીર બાળાના અપહરણના બનાવ વધવા પામ્યા છે. ત્યારે મવડી વિસ્તારમાં રહેતી એક 17 વર્ષની સગીરા પોતાના ઘરેથી કયાંક જતી રહેતા માલવીયા પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવમાં સગીરાએ લખેલી એક ચીઠ્ઠી પરિવારને હાથ લાગી હતી તેમાં લખ્યું હતું કે, હું જાવ છુ સોરી મમ્મી અને પપ્પા આઈ લવ યુ, હુ એકલી જાવ છું સોરી ગુડ બાય જેથી માલવીયાનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યા છે.

બનાવની વધુ વિગતો અનુસાર, મવડી વિસ્તારમાં રહેતા સગીરાના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં ત્રણ દીકરી છે. તેમજ પોતે ચાની રેકડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તા.20ના રોજ સવારે પોતાની રેકડીએ હતા ત્યારે પત્નીનો કોલ આવ્યો કે આપણી મોટી દીકરી કયાંય દેખાતી નથી તમે ઘરે આવો. જેથી સગીરાના પિતા ઘરે પહોંચ્યા હતાં ત્યારબાદ ઘરમાં કોઠી પરથી એક ચીઠ્ઠી મળી આવી હતી તેમાં લખ્યું હતું કે, હું જાવ છું સોરી મમ્મી અને પપ્પા આઈ લવ યુ હુ એકલી જાવ છું ગુડ બાય. ત્યારબાદ સગીર દીકરીને શોધવા આજુબાજુમાં તેમજ સંબંધીમાં તપાસ કરી હતી. બાદમાં કયાંય મળી ન આવતાં પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવતાં પીઆઈ એમ.ડી.ગઢવી અને એએસઆઈ કે.યુ.વાળા અને સ્ટાફે તપાસ કરતાં છેલ્લે એક યુવકને કોલ કર્યો હતો તે યુવકનો સંપર્ક કરી બોલાવતા સગીરા તેની સાથે ન હોય અને તે માત્ર સગીરાને ઓમખતો હોવાનું જાણવા મળ્યું છે. તેમજ સગીરા તેમની સાથે બ્રેસલેટ અને ચાંદીના સાંકળા લઈ ગઈ હોવાનું પરિવારે જણાવ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement