સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમ
ગુજરાત | રાજકોટ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

શિકાર કરવા આવેલો સિંહ પૂરાઇ ગયો

11:55 AM Jun 06, 2024 IST | admin
Advertisement

અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધી રહી હોવાના કારણે હવે સિંહો જંગલ વિસ્તાર છોડીને ગ્રામ્ય વિસ્તારમાં ઘુસી રહ્યા છે. જેના અનેક વીડિયો અવાર-નવાર સામે આવતા હોય છે. ત્યારે સિંહનો વધુ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક સિંહ શિકાર કરવા પશુના તબેલામાં ઘૂસ્યો હતો. જે બાદ એક વાછરડાનો શિકાર કરી મિજબાની માણી હતી. જોકે, તે અંદર જ ફસાઈ ગયો હતો. જેથી બહાર નિકળવા માટે ધમાલ કરી હતી. આ દરમિયાન ગાયે હુંકાર કરતા તે ગભરાઈ ગયો હતો. જોકે. અંતે સ્થાનિકોએ તેને બહાર કાઢ્યો હતો.

Advertisement

ધારીના મોરઝર ગામમાં પશુ બાંધવા માટે ફરજા છે તે પશુના ફરજોમાં શિકાર કરવા માટે આવેલો સિંહ ઘૂસી ગયો હતો. જે બાદ સિંહે પશુવાડામાં એક વાછરડીનો શિકાર કર્યો હતો. જોકે, થોડીવાર મિજબાની માણીને સિંહે બહાર નિકળવાનો પ્રયાસ કર્યો હતો. પશુ માટેનો ફરજા બધી બાજુથી બંધ હોવાથી સિંહ અંદર જ પુરાઈ ગયો હતો. સિંહની સાથે અંદર પશુઓ પણ હાજર હતા. સિંહે બહાર નિકળવા માટે અનેક પ્રયાસો કર્યા હતા છતાં સિંહ બહાર નિકળી શક્યો હતો. ફરજામાંથી બહાર નિકળવા માટે સિંહે રીતસર ધમપછાડા કર્યા હતા તેમજ તડફડિયા માર્યા હતા.

આ ઘટનાની જાણ સ્થાનિકોને થતા તાત્કાલીક દોડી આવ્યાં હતા. જ્યા આવીને નજર કરતા પશુઓ સાથે સિંહ પર ફરજામાં પુરાયેલો જોવા મળ્યો હતો. તેમજ સિંહે એક પશુનું મારણ કર્યું હોવાનું પણ જોવા મળ્યું હતું. અંતે સ્થાનિકોએ દરવાજો ખોલી દેતા સિંહ ઝડપથી ભાગી ગયો હતો. જેને પગલે અન્ય પશુઓ બચી ગયા હતા. તેમજ સ્થાનિકોએ પણ રાહત અનુભવી હતી. આ ઘટનાનો વીડિયો પણ સ્થાનિકોએ મોબાઈલમાં કેદ કર્યો હતો. જે બાદ તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ખેડૂતો પોતાના પશુ માટે ફરજા અને વાડાઓ પેક રાખે છે. જેથી પશુનો શિકાર ન થાય, પરંતુ અહીં તો સિંહ તે ફરજામાં જ ઘુસી ગયો હતો જેને પગલે દોડધામ મચી ગઈ હતી.

ધારીના મોરઝર, માણાવાવ, આંબરડી, ગોપાલગ્રામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે અને મોડી રાતે શિકારની શોધમાં સિંહો રહેણાંક વિસ્તાર સુધી ઘૂસી જવાની ઘટનાઓ રોજ બરોજ બની રહી છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.

Tags :
amreli newsgujaratgujarat newslionlion attact
Advertisement
Next Article
Advertisement