For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધ કેરલ સ્ટોરીની ટીમ બનાવશે બસ્તર: ધ નક્સલ સ્ટોરી ફિલ્મ

12:46 PM Jan 19, 2024 IST | Bhumika
ધ કેરલ સ્ટોરીની ટીમ બનાવશે બસ્તર  ધ નક્સલ સ્ટોરી ફિલ્મ

આગામી 15 માર્ચના રિલીઝ થશે ફિલ્મ

Advertisement

પ્રોડ્યુસર વિપુલ અમૃતલાલ શાહ, ડિરેક્ટર સુદીપ્તો સેન અને ઍક્ટ્રેસ અદા શર્મા હવે નવી ફિલ્મ લઈને આવ્યાં છે. તેમણે ત્રણેયે ધ કેરલ સ્ટોરીમાં કામ કર્યું હતું અને હવે તેઓ બસ્તર : ધ નક્સલ સ્ટોરી લઈને આવ્યાં છે. મેકર્સ દ્વારા હાલમાં જ ફિલ્મનું પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. આ ફોસ્ટરમાં અદા શર્મા આઇજી નીરજા માધવનનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ વિશે સુદીપ્તો સેને કહ્યું કે અમારી ધ કેરલ સ્ટોરીને જે પ્રેમ મળ્યો છે એ બાદ અમે ફરી હિમ્મત કરી ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયાનું ફરી એક ડેડલી સીક્રેટ લઈને આવ્યા છીએ. આપણા દેશના હાર્ટ એવા બસ્તરની સ્ટોરી લઈને આવ્યા છીએ. આ એક અપમાનજનક, ઘૃણાસ્પદ અને હચમચાવી દેનારું સત્ય છે જે તમને ખૂબ જ શોક્ડ કરી દેશે. અમને પૂરતી ખાતરી છે કે ધ કેરલ સ્ટોરી માટે અમને જે પ્રેમ અને સપોર્ટ મળ્યા હતા એ આ ફિલ્મ માટે પણ અમને મળશે. 15 માર્ચે રિલીઝ થશે

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement