For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢ તંત્ર અંતે જાગ્યું, શહેરમાં લાગેલા જોખમી હોર્ડિંગ્સ ઉતારવાનું કામ શરૂ

11:58 AM May 16, 2024 IST | Bhumika
જૂનાગઢ તંત્ર અંતે જાગ્યું  શહેરમાં લાગેલા જોખમી હોર્ડિંગ્સ ઉતારવાનું કામ શરૂ
Advertisement

આગામી ત્રણ દિવસ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લાગેલા ઊંચા હોર્ડિંગ્સ અને જર્જરીત ઈમારતોને ઉતારવાની કામગીરી શરૂૂ કરવામાં આવી છે.જેમાં શહેરમાં અલગ અલગ જગ્યાએ લાગેલા ઊંચા હોર્ડિંગ્સને વહેલી તકે ઉતારી લેવા માટે એજન્સીઓને નોટિસ પાઠવવામાં આવી છે. તો બીજી તરફ ગયા વર્ષથી જ જુનાગઢ શહેરમાં ઉભેલી જર્જરીત બિલ્ડીંગોને ઉતારવાની કામગીરી શરૂૂ છે. ત્યારે હજુ પણ વધુ જર્જરિત બિલ્ડીંગોને ઉતારવા માટે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા બિલ્ડીંગ ધારકોને નોટિસ પાઠવવામાં આવી રહી છે.ત્યારે ઝડપથી બિલ્ડીંગો ઉતારવાની કામગીરી પણ શરૂૂ કરવામાં આવી છે.નોંધનીય છે કે, ગઈકાલે મુંબઈમાં ફૂંકાયેલા ભાર પવનના કારણે હોર્ડિંગ્ઝ તૂટી પડવાના કારણે કેટલાક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

જુનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું હતું કે હાલ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે ત્યારે જુનાગઢ શહેરમાં જે જગ્યા પર ઊંચાઈ પર લગાવેલા હોર્ડિંગ્ન્સ અને બેનરોને ઉતારી લેવાની એજન્સીને નોટિસ આપવામાં આવેલ છે. અને હાલમાં આવા બેનરો ઉતારવાની કામગીરી પણ શરૂૂ કરી દેવામાં આવી છે. 10 જેટલા ઊંચી જગ્યા પર લગાવેલા બેનરોને ઉતારી લેવામાં આવ્યા છે…

Advertisement

હાલના સમયમાં ભારે પવન ના કારણે જૂનાગઢ શહેરમાં કોઈ અકસ્માત ન સર્જાય તેવા સાવચેતીના પગલે આ બેનરો ઉતારી લેવા માટેની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ જૂનાગઢમાં જર્જરિત ઇમારતોને લઇ કાયમી માટે કામગીરી કરવામાં આવે છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરેલ જર્જરીત બિલ્ડીંગોને દૂર કરવાની કામગીરી પહેલા પણ કરવામાં આવી છે અને હાલના સમયમાં પણ આ જર્જરીત બિલ્ડીંગો ઉતારવાની કામગીરી શરૂૂ જ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement